________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૧ ) પર વિ. સં. ૧૯૬૦ નો લેખ છે તેની આગળ નાની પ્રતિમા શ્રી શાંતિનાથની છે. તે ઉપર વિ. સં. ૧૬૭૮ ની સાલ ને લેખ છે. તે પર શ્રી વિજયદેવસૂરિનું નામ છે. શ્રી કુંથુનાથની ડાબી બાજુએ પ્રતિમા છે તે પર વિ. સં. ૧૯૨૧ માઘ માસ શુકલ પક્ષ સાતમે ગુરૂવારે રાજનગર અમદાવાદમાં વીશા ઓશવાળ ફતેહચંદ્રનું નામ છે. મૂલનાયકની પ્રતિમાની પાછળ લેખ છે, પણ તે બરાબર વંચાત નથી. તે પર વિ. સં. ૧૬૬૧ ને લેખ છે. પહેલાં પાષાણુની પ્રતિમાઓને વેંત વેંત ઉંચા ત્રણ ગઢ ઉપર બેસાડવામાં આવતી હતી પણ હાલ તે ઠેકાઓને કાઢી નાખી મૂલ પબાસણ ઉપર બેસાડવામાં આવે છે તેથી તથા પાછળની બાજુઓને ચૂના વગેરેથી સજજડ કરવામાં આવે છે તેથી પાછળનો લેખ વંચાતું નથી. હાલ તે પ્રમાણે ગુજરાતમાં પ્રાયઃ સર્વ ગામ નગરોમાં પ્રવૃત્તિ થવાથી પાષાણની પ્રતિમાઓના ઘણાખરા લેખો લેવાતા નથી અને લેતાં ઘણું અડચણ પડે છે. જે લેખો પ્રતિમાની પલાંઠી પર હોય છે અને બરાબર
સ્પષ્ટ હોય છે તે ઉતારી શકાય છે. દેરાસરમાં ધાતુની પ્રતિમાઓના લેખ નીચે પ્રમાણે છે.
શ્રી કુંથુનાથના દેરાસરની ધાતુ પ્રતિમાના લેખે.
वि. सं. १४८९ वर्षे माघवदि २ शुक्रे धंधूका वास्तव्य श्री श्रीमाल ज्ञातीय श्रे० मुठा भा० लीलू सुत आसाकेनागमिक गच्छे श्री अमरसिंहमूरि पट्टे श्री हेमरत्नमरि गुरुपदेशेन श्री पार्थनाथादि चतुर्विंशतिपट्टः तयोः श्रेयसे कारितो विधिना प्रतिष्ठितः॥
ચાવીશી. वि. संवत् १५५३ वर्षे आषाढ शुदि २ रवौ श्री श्रीमाली ज्ञातीय सा० सीधर भार्या सोही सु० सा० जूठा भा० जसमादे सु० सा० महिपत्ति या. पदमाई सु० सा० डाहीमा-भाईयावखा नामकैः श्री अजितनाथ बिंब कारितं प्र० मलधार गच्छे श्री सूरिभिः सा० डाहीा पूजनार्थ ।।
પંચતીથી.
For Private And Personal Use Only