________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૬ ) તેએ અઢાર લાખ રૂપીયાના આસામી થયા હતા. તેમણે વિક્રમ સંવત્ ૧૮૭૨ ની સાલમાં ચેથીયાના કાંટમાં શ્રી શાન્તિનાથજીનું શીખરબંધી દેરાસર બંધાવ્યું. તેમાં એક ભેંયરું છે. મૂળનાયક શ્રી શાન્તિનાથનું મુખ ઉત્તર દિશાએ છે. દેરાસરની પશ્ચિમે તેમના ગુમાસ્તા શીરચંદ વખારીઆએ બંધાવેલું શ્રી વાસુપૂજ્ય સ્વામીનું ચામુખજીનું દેરાસર છે. ઉત્તર દિશાએ રાજમાર્ગ છે. ઉગમણું દિશાએ આણંદસૂરિ ગચ્છને ઉપાશ્રય છે, તથા ઉપાશ્રયને ચેક છે, તથા લીંબડો છે, દક્ષિણ દિશાએ શ્રાવકનાં ઘર છે, શ્રી શાન્તિનાથના દેરાસરમાં થઈને શ્રી વાસુપૂજ્યના દેરાસરમાં જવાય છે. શેઠ એચર શીરચંદના મરણ પછી નહાલ
* શેઠ બહેચર સીરચંદ–વિજાપુરમાં વિશાશ્રીમાળી જૈન વણિક શેઠ બહેચરદાસ સીરચંદ ગાયકવાડી રાજ્યમાં પ્રસિદ્ધ માન્ય શેઠ થયા. શેઠ બહેચર સીરચંદ પ્રથમ લેકરે પરણ્યા હતા, બીજીવાર શેઠ ગલાબચંદ પુરચંદની બેન નહાલકાર સાથે પરણ્યા હતા, તેમને જન્મ આશરે સં. ૧૮૧૫ લગભગમાં થયો હતો. અને વિ. સં. ૧૮૯૯ માં મરણ પામ્યા હતા. વિ. સં. ૧૮૭૧-૭૨ માં શાંતિનાથના દેરાસરની પ્રતિષ્ઠા થઈ છે. તેમની સ્ત્રી શ્રાવિકા નહાલકે બાઈ, વિ. સં. ૧૯૨૮ આશો વદિ પાંચમે મરણ પામ્યાં શેઠ બેચરદાસ સીરચંદને લેદરાવાળી પત્નીથી વાડીલાલ નામને પાંચ વર્ષને પત્ર થયું હતું, અને તે પાંચ વર્ષને થઈ મરણ પામ્યા. બેચર સીરચંદની પુત્રી સુરજબા હતાં. સુરજને પુત્ર મેતિલાલ અને પુત્રી વિજી હતી. બહેચર શેઠની ગાદીએ બેતિલાલ આવ્યા. વિ. સં. ૧૯૧૦ જેઠ માસમાં કાલેરાથી મેતિલાલ શેઠ મરણ પામ્યા. પછી વજીબા ગાદીએ આવ્યાં. વિ. સં. ૧૯૨૨ માં વિઝબા મરણ પામ્યાં. નહાલકર બાઈએ સં. ૧૯૨૫ માં પુરૂષોત્તમ ઝવેર અને શેઠ છગનલાલ વખતચંદને ગાદીએ લીધા. નહાલકેરની બેનના પુત્ર પુરૂષોત્તમદાસ હતા. નહાલકરની બહેનના પુત્ર છગનલાલ વખતચંદ હતા. શેઠ બહેચર ભાઈની દુકાને કોડીનાર, અમરેલી, વડોદરા, અમદાવાદ અને વિજાપુર એ પાંચ ઠેકાણે હતી. ગાયકવાડ તરફથી નિમાયેલા કાઠિયાવાડના દિવાન વાચનાથ સાથે કાઠિયાવાડમાં મેદી તરીકે ગયા હતા, પશ્ચાત તે અઢાર લાખ રૂપીયાના આસામી થયા. શેઠે શાંતિનાથજીનું મોટું દેરાસર શિખરબંધી કરાવ્યું છે. તેમણે વિજાપુર ગામ સરણી કરી હતી. પદ્માવતીના દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. નહલકાર શેઠાણીએ સં. ૧૯૨૧
For Private And Personal Use Only