________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૮૧
ફાયદા થાય છે. મનમાં રહેલી શંકા ટળે છે. સદ્ગુરૂ સમાગમ જેવા સત્સંગ દુનિયામાં કોઈ નથી. એકેંદ્રિય એરેંદ્રિય આદિ જાતિઓમાં શ્રી જીનવાણી સાંભળી શકાતી નથી. મહાપુણ્યયેાગે વીતરાગ વચનામૃત શ્રવણુ કરવાના પ્રસંગ મળ્યા છે. આજ કાલ કરતાં દિવસ ચાલ્યા જશે, માટે સાંસારિક કાર્ય અવશ્ય ત્યાગ કરી, ગુરૂ મુખથી વીતરાગ વચને સાંભળવા તત્પર થવું.
કેટલાક લેાકેા વ્યાખ્યાનમાં અનેક જાતિની પંચાતા લાવી વ્યાખ્યાન ડાળી નાંખે છે. તેથી તે જીવા નાનાવરણીય કર્મ બાંધે છે. ગુરૂમહારાજના ઉપદેશ સાંભળતાં જરા પણ ગરબડ કરવી નહીં, સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ ગુરૂ ઉપદેશથીજ છે. શ્રી સદ્ગુરૂ ઉપદેશ વિના કશું જાણી શકાતું નથી. વ્યાખ્યાન સાંભળતી વખતે છોકરાં બૈરાં ગડબડ મચાવે છે, તેથી તેમને એક તે બરાબર સમજાતું નથી અને ખીજામાને અંતરાય ભૂત થાય છે, માટે શાંત ભાવે ગરબડ નહીં કરતાં અવશ્ય લાભ લેવા જોઇએ. વ્યાખ્યાન ડાળાઈ જાય નહીં તેવી રીતે પતાસાં વગેરેની પ્રભાવના કરવી. ફેટા તા પતાસાં એક વાર લઈ ખીજી વાર લેવાં, એમાંજ લેાભાય છે, પણ.તેમ કરવું નહીં. પતાસાં વગેરે પ્રભાવના લેવાની રીત મુંબઈમાં કચ્છી શ્રાવકામાં સારી સંભળાય છે. દેવ દ્રવ્ય સંબંધી પંચાત વગેરે કેટલીક પંચાતા તા પર્યુષણમાં, વ્યાખ્યાનમાં લેાકેા ભેગા થાય છે ત્યાં, કાઢવામાં આવે છે. કાઇ વખત તે શ્રાવકા પરસ્પર મેલા એટલી કરી વ્યાખ્યાન ડેાળાવી નાખે છે, અને બીજાઓને વ્યાખ્યાન શ્રવણમાં અંતરાય કરે છે, તે રીવાજ ઠીક નથી. સુક્ષ્મા ! રાગ, દ્વેષ, કન્નેશ, વૈરભાવ ત્યાગી એકાગ્ર ચિત્તથી સબ્યાખ્યાન સાંભળવું તેમાં આત્મહિત સમાયલું છે. એમ સમજી સદ્ગુરૂ વ્યાખ્યાનના લાભ લેવા. ૭. શ્રી પર્યુષણ પર્વમાં શ્રાવકોએ બ્રહ્મચર્ય વ્રત ધારણુ કરવું.
શ્રી પર્યુષણ પર્વમાંના આઠ દિવસામાં બ્રહ્મચર્ય વ્રત પાળવું. બ્રહ્મચર્ય એ શબ્દના અર્થ સર્વના જાણુવામાં ધણું કરીને છે, તેથી ધણું વિવેચન કર્યું નથી. વ્રતામાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે. ખીજાં વ્રત નદીઓ સમાન છે, અને બ્રહ્મચર્યે વ્રત સમુદ્ર સમાન છે. શ્રી યશેાવિજયજી ઉપાધ્યાય કહે છે કેઃ-~~ મંત્ર ફળે જગ જશ વધે, ધ્રુવ કરે રે સાંનિધ્ય; બ્રહ્મચર્ય ધરે જે નરા, તે પામે નવ નિધ. રોડ મુદર્શનને ઢળી, શુળી સિહાસન હેાય; ગુણ ગાવે ગગનેરે દેવતા, મહિમા શીયલના જોઇ મૂળ ચારિત્રનું એ ભલું, સમકિત વૃદ્ધિ નિદાન; શીલ સલિલ ધરેજીકે, તમ હાય સુજસ વખાણુ.
પાપ. ૧
પાપ ૨
પાપ ૩
For Private And Personal Use Only