________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
સદ્ગુરૂની બરોબર થઈ શકતો નથી, ક્યાં મોક્ષને માટે થતી મુનિવરની પ્રવૃત્તિ અને કયાં જાણ્યા છતાં સંસારમાં પડી રહેનાર શ્રાવક! ધન્ય છે સદગુરૂને કે જેણે સંસારનો ત્યાગ કર્યો અને બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું છે. ગુરૂ મહારાજ ઉપર પ્યાર લાવી માન ટાળી પૂર્ણ શ્રદ્ધાથી વંદન કરવું, ઈચ્છામિ ખમાસમણે ઈત્યાદિ ખમાસણુપૂર્વક વંદન કરવું. કોઈ કહેશે કે છઠ્ઠા ગુણ ઠાણે વર્તતા હોય તેને મુનિરાજ કહેવા અને ગુણઠાણું તે કોને કયું છે તે માલુમ પડી શકતું નથી તો કેવી રીતે વંદન થઈ શકે ? પ્રત્યુત્તર-વ્યવહાર માર્ગે કરી મુનીશ્વર પંચ મહાવ્રત ધારી છછું ગુણઠાણે છે, એમ જાણું વંદન કરવું. આગમમાં કહ્યું છે કે –
ववहारो विहु बलवं, जं वंदइ केवलीवि छउमथ्थं ।
आहाकम्मं भुंजइ, तो ववहारं पमाणं तु ॥ १ ॥
વ્યવહાર પણ બળવાન છે. જે માટે છદ્મસ્થને માલુમ પડે નહીં ત્યાં સુધી અને ના ન કહે ત્યાં સુધી છદ્મસ્થ ગુરૂને કેવલી વંદન કરે. છાસ્થને લાવેલો આહાર કેવલી ગ્રહણ કરે, જો કે કેવલીની દૃષ્ટિથી જોતાં નિર્દોષ આહાર મળે નહીં, પરંતુ શ્રતાને કરી લાવેલો છદ્મસ્થ આહાર ગ્રહણ કરે, માટે વ્યવહાર બળવાન જાણુ. ગુરૂ મહારાજને વંદન કરવાથી અભિમાન ટળે છે, વિનય પ્રાપ્ત થાય છે. કેટલાક તે ફેટી વંદનથી જ ચલાવી દે છે, પણ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભકિત અને બહુ ભાનપૂર્વક વંદન કરવું, તેથી ઘણુ ગુણ પ્રાપ્ત થાય છે.
શુદ્ધ ભક્તિથી જે જીવો ગુરૂ મહારાજને આરાધતા નથી તે છે આત્મહિત કરી શકતા નથી. પ્રેમ દષ્ટિથી ગુરૂ મહારાજને વંદન કરવું.
૬. શ્રી સદ્ગુરૂ વ્યાખ્યાન, શ્રી સર્વા મહારાજાએ કથન કરેલ સ્યાદાદ ધર્મને ઉપદેશ દેનાર ભવ્ય જીને સંસાર સમુદ્રથી તારવા નૌકા સમાન શ્રી સદગુરૂનું વ્યાખ્યાન આઠે દીવસ એક ચિત્તથી સાંભળવું. પહેલાં ત્રણ દિવસમાં, આઠ દીવસમાં શું શું કૃત્ય શ્રાવક વર્ગે કરવું તે કહ્યું છે. વ્રત ધારણ કરેલાં સૂર્યયશા રાજાની પેઠે મુકવા નહિ. શ્રી છનેશ્વરનાં દર્શન કરવાં. જુઓ! આદ્ર કુમારને શ્રી અભયકુમારે જીનપ્રતિમા દ્વારા જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. આદિ અષ્ટાબ્લિકા વ્યાખ્યાન સાંભળવાથી ઘણો ફાયદો થાય છે. ગુરૂ મહારાજને યોગ છતાં જે જીવો વ્યાખ્યાનને લાભ લેતા નથી તે છો તે ધીએ લુખુ ખાનાર સરખા જાણવા, શ્રી સદ્ગુરૂ વ્યાખ્યાન દ્વારા અનેક
For Private And Personal Use Only