________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
વચનામૃત.
ઈત્યાદિ બ્રહ્મચર્ય વ્રતનો મહિમા અત્યંત છે. વિષય લાલચુ છવ જે કે બારે મહિના સુધી બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી શકતો નથી, પણ જે આઠ દિવસ પર્યત બ્રહ્મચર્યવ્રત ધારણ કરે તે ઘણો લાભ પામી શકે. વિષયને વિષ સરીખા જાણી તેને આઠ દીવસ ત્યાગ કરે; મદોન્મત્ત અવસ્થાથી જે જીવ બ્રહ્મચર્યવ્રત ધારણ કરી શકશે નહીં તે અતે પશ્ચાત્તાપ પામશે માટે આઠ દિવસ પર્યત બ્રહ્મચર્યવ્રત ધારણ કરવું તે અત્યંત હિતકારક છે.
૮. સચિત્ત વસ્તુનો ત્યાગ. પર્યુષણ પર્વમાં સચિત્ત વસ્તુનો ત્યાગ કરવાથી અત્યંત લાભ થાય છે. પશુઓ રાત્રી દિવસ અજ્ઞાનાવસ્થાથી વનસ્પતિ વગેરેનું ભક્ષણ કરે છે. એને જ્ઞાન નથી કે વનસ્પતિ વિગેરેમાં જીવ છે. પણ આપણે તે જાણીએ છીએ કે વનસ્પતિમાં જીવે છે; તેનું ભક્ષણ કરવાથી જીવોનો નાશ થશે. એમ જાણતાં છતાં પણ જ્યારે ત્યાગ કરી શકીએ નહીં ત્યારે આપણામાં અને તેમાં શું અંતર કહેવાય ? કંઈ નહીં. પર્વતિથિએ પ્રાયઃ પરભવ આયુષ્ય બંધ થાય છે માટે તિથિના દિવસે સચિત્ત વસ્તુનું ભક્ષણ વર્જવું. કહ્યું છે કે –
જીવને આયુ પરભવતણે, તિથિ દિને બંધ હોય પ્રાયરે; તેહ ભણું એહ આરાધતાં, પ્રાણી સદગાત જાય,
વિરતિ એ સુમતિ ધરી આદરે, ઇત્યાદિ. તિથિના દિવસે પાપનાં કાર્ય કરવાં નહીં. ઘણા ભવ્ય જીવો તો આઠ દિવસ પર્યત સચિત્ત વસ્તુ વાપરતા નથી. યથાશકિત સચિત્ત વસ્તુનો ત્યાગ કરવો.
૯. દાન. दानं हि परमो धर्मो, दानं हि परमा क्रिया; दानं हि परमो मार्ग, स्तस्मादाने मनः कुरु ॥ १ ॥ दया स्यादभयं दान, मुपकारस्तथाविधः; સહિ સિંધા, સાન મોલમતિ ૨ . ब्रह्मचारी च पाठेन, भिक्षुश्चैव समाधिना; वानप्रस्थः तु कष्टेन, गृही दानेन शुद्धयति ॥ ३॥ शानिनः परमार्थज्ञा, अर्हन्तो जगदीश्वराः; व्रतकाले प्रयच्छन्ति, दानं सांवत्सरं च ते ॥ ४ ॥ गृहतां प्रीणनं सम्यक्, ददतां पुण्यमक्षम्। दानतुल्यस्ततो लोके, मोक्षोपायोऽस्ति नापरः॥५॥
For Private And Personal Use Only