________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
"
તે લેવા દેતા નથી. તે સાંભળી રાજા પોતે કહેવા લાગ્યા કે અપુત્રીયાનું ધન લેતાં અટકાવ કરવાનું શું કારણ છે? ત્યારે બ્રાહ્મણ રૂપે ધરણેન્દ્રે કહ્યું, એના પુત્ર જીવતાં ધન કેમ કરી લેશે ? રાજા ખેલ્યા—પુત્ર કયાં છે ? ધરણેન્દ્ર સર્વેના દેખતાં જીવતા બાળક પૃથ્વીમાંથી કાઢી દેખાડયા. ત્યારે રાજાએ વિસ્મયથી પૂછ્યું “તમે કાણું છે ? આ વાત તમે શી રીતે જાણી ? ત્યારે બ્રાહ્મણે કહ્યું “ હું ધરેન્દ્ર છું. એના અટ્ટમના પ્રભાવથી હું અહીં આવ્યા છું.” ધરણેન્દ્રે કહ્યું “ હે રાજન, આ પુત્ર મહાપુરૂષ છે. એને સ્વપ કર્મ બાકી છે. આજ ભવે મેાક્ષ જશે. તમે એનું યત્ન કરશે!. તમને પણ મહા ઉપકાર કરનાર થશે.” ધરણેન્દ્રે પોતાના ગળાને હાર બાળકને પહેરાવ્યા, અને સ્વસ્થાનકે ગયા. પશ્ચાત્ રાજાએ બાળકને હાથી ઉપર બેસાડી મહા આડંબરથી તેના ધેર આણી કહ્યું કે આ બાળકને સુખમાં રાખશેા. સગાં વહાલાંએ શ્રીકાંત શેઠનું મૃત કાર્ય કરી તેનું નામ નાગકેતુ પાડયું. પશ્ચાત્ નાગકેતુ અષ્ટમી ચતુર્દશીનો ઉપવાસ, ચતુર્માસીના છઠ્ઠું અને પર્યુષણના અમ કરવા લાગ્યા. અને જીન સેવા, સાધુ સેવા કરતા પરમ શ્રાવક થયા.
hipp
For Private And Personal Use Only
એક દીવસ રાજાએ એક પુરૂષને ચેરીનું હું કલંક ચડાવીને મારી નાંખ્યા. તે મરીને વ્યંતર થયા. તેણે ત્યાં આવી રાજાને લોહી વમતા કર્યાં, નગર જેવડી શિલા વિકર્ષી લેાકાને ખવરાવવા લાગ્યા. તે જોઈ નાગકેતુએ જીવદયા હેતુએ તથા ભગવતના ચૈત્યના વિનાશ થતા જાણી ભગવંતના પ્રાસાદ ઉપર ચઢીને પડતી શિલાને હાથે ધરી રાખી. એવી તપની શક્તિ દેખી વ્યંતર આવી પગે લાગ્યા. નાગકેતુના વચનથી રાજાને પણ શાતા કરી. ઉપદ્રવ દૂર થયા. નાગકેતુનું રાજાએ સન્માન કર્યું. એક દીવસ નાગકેતુ ભગવંતની પૂજા કરતા હતા. પુલ માંહેલા તખેાળા સર્પે તેને ડંશ દીધા. શુદ્ધ ધ્યાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાએ રજોહરણુ મુહપત્તી પ્રમુખ સાધુનો વેષ સમપ્ચર્યાં. ભવ્ય જીવાતે પ્રતિખાધ દેતાં છતાં અનુક્રમે મેાક્ષ નગરે પહોંચ્યા. તેમ ભવ્ય જીવેાએ યથાશક્તિ તપ કરવામાં પ્રવૃત્તિ કરવી. તપ કરવા ઉપર જે પુરૂષો અરૂચિ કરે છે, અને ખાવા પીવાથીજ ફક્ત મેાક્ષ મળશે એમ માનનારા જીવે! મુક્તિ પામી શકતા નથી, શ્રી મહાવીર સ્વામી જાણતા હતા કે હું આ ભવમાં મેક્ષ જવાને છું છતાં છ અઠ્ઠમાદિ તપશ્ચર્યા કરી કર્મના નાશ કર્યાં. તા ખીચારા પામર જીવા કુતર્ક કરી તપશ્ચર્યાં કરતા નથી અને કરતાને અટકાવે છે તે ભવભ્રમણ કરી અનંત દુઃખ પામશે. જિનાજ્ઞાને અવલખન કરી વર્તવું તેમાંજ હિત છે. આ ઠેકાણે ખાદ્ય અને અત્યંતર એ પ્રકારના તપથી મુક્તિ મળે તેમ સમજવું.