________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
તેપણ યથાયોગ્ય લાભ થઈ શકે છે. પ્રતિક્રમણ કરતાં સારા ભાવ છે તેજ પાપ ક્ષયકારક છે, સમજીને જે પ્રતિક્રમણ થાય તે અત્યંત લાભ થાય. ગુરૂ મહારાજ સમક્ષ પ્રતિક્રમણ કરવાથી વિશેષ ફાયદો થાય છે માટે દરેક શ્રાવકોએ પ્રમાદને ત્યાગ કરી પ્રતિક્રમણને લાભ લેવા ચુકવું નહિ; અવસર પાછો આવનાર નથી.
૨. પ્રત્યાખ્યાન (પચ્ચખાણું.) શ્રાવકોએ નવકારશી, પિરિશી પિરિશી, સાફૅપિરિશી, એકાસણુ; - બીલ, ઉપવાસ, છ, અને અડ્રમ આદિ તપ કરવો. છતિ શક્તિ ગોપવવી નહીં. નવકારશીના પચ્ચખાણથી સો વર્ષનું નરકનું આયુષ્ય ગુટે છે. પોરીશીના પચ્ચખાણુથી હજાર વર્ષનું નરકનું આયુષ્ય ગુટે છે. સા પિરિશીના પચ્ચખાણુથી દશ હજાર વર્ષનું નરકનું આયુષ્ય ગુટે છે. એમ ઉત્તરોત્તર પચ્ચખાણુથી ચીકણું કર્મ પણ નાશ પામે છે. પર્યુષણ પર્વમાં અમનો તપ કરવાથી અત્યંત લાભ થાય છે. વિષયવાસનાની શ્રેણીઓ નાશ પામે છે. શમભાવે કરી તપ કરે. તપ કરીને ક્રોધ કરે નહિં. અમ તપ ઉપર
નાગકેતુ દષ્ટાંત - ચંદ્રકાંતા નગરીમાં વિજયસેન રાજા રાજ્ય કરતો હતો. તે નગરીમાં શ્રીકાંતનામા શેઠ વસતો હતે. તેની શિખી નામની સ્ત્રી હતી. તેને વૃદ્ધાવસ્થામાં ઘણે ઉપાયે પુત્રની પ્રાપ્તિ થઈ. એક દીવસ તે શેઠનું સર્વ કુટુંબ પરસ્પર વાતો કરે છે કે પર્યુષણ પર્વ આવશે ત્યારે આપણે અઠ્ઠમનું તપ કરીશું. તે વાત સાંભળી બાળકને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પૂર્વભવ દીઠો ત્યારે બાળકે પણ મનમાં અછૂમનું તપ ધાર્યું. તે દિવસથી ધાવતું નથી તે જોઈ માતા પિતા ઘણું દુઃખ ધરવા લાગ્યાં. ઘણું ઉપાય કર્યા તોપણ સ્તનપાન કર્યું નહીં. પછી તે બાળકને સુધાના યોગે મૂચ્છ આવી તેથી મૃત્યુ તુલ્ય થયો. બાળકને એમ દેખી પિતાનું હૈયું ફાટી ગયું, જીવ નીકળી ગયે, અને કુટુંબ પરિવારે મળી બાળકને મુવેલો જાણે ધરતીમાં ભંડાર્યો. પશ્ચાત રાજાને ખબર પડી કે આપણા દેશમાં (નગરમાં) અપુત્રીઓ શ્રીકાંત શેઠ મરણ પામે, માટે તેને ધન લુંટી લાવવા રાજાએ માણસ મોકલ્યાં. માણસો શેઠને ઘેર આવ્યાં. એવામાં અઠ્ઠમ તપના મહિમાથકી ધરણેન્દ્રનું આસન ચળ્યું ત્યારે અવધજ્ઞાને કરી સર્વ વૃતાંત જાણી ધરણેન્દ્ર ત્યાં બ્રાહ્મણ રૂપે આવ્યા અને રાજાના માણસોને ધન લેતાં અટકાવ્યા. રાજપુરૂષોએ રાજાને ખબર આપી કે તેનું ધન કઈ બ્રાહ્મણ આવ્યો છે
For Private And Personal Use Only