________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત. ૩. પર્યુષણ પર્વમાં જિનેશ્વરની પૂજા કરવી.
શ્રી પર્યુષણ પર્વમાં વિશેષતઃ કરી જીનેશ્વર ભગવાનની પૂજા કરવી. પૂજા જીનેશ્વરની કરતાં કર્મનાશપૂર્વક આત્મા નિર્મળ થાય છે. સંસાર સમુદ્ર તરવાને માટે વીતરાગની પૂજા વહાણ સમાન છે. પ્રથમ તો જીવ જંતુ વિનાની જગ્યામાં નિરવદ્ય પાણીથી સ્નાન કરવું. થોડું પાણું જેમ વપરાય તેમ વિવેક રાખો, શુદ્ધ વસ્ત્ર પહેરવાં, પિતાના ઘરનાં કેશર, ધૂપ, દી વિગેરે વાપરી પૂજા કરવાથી શુભ ભાવમાં વૃદ્ધિ થાય છે. પરમેશ્વરની પૂજા સ્થિર ચિત્તથી કરતાં અત્યંત લાભ થાય છે. ઘણું લોકો પ્રાયઃ એક પરમેશ્વરની પૂજા કરતાં ઉપરા ઉપરી પડી જવાય, તેમ પણ કરે છે. દીવા ફાનસમાં જયણથી મૂકાય તે જીવની રક્ષા થાય. પરમેશ્વરની પૂજા કરતાં પહેરવાનાં વસ્ત્ર શુદ્ધ રાખવાં. ઘીના ચઢાવા વગેરે પણ પ્રભુ પુજાના બોલાવવામાં આવે છે, તેથી દેવ દ્રવ્યની વૃદ્ધિ થાય છે. પહેલી હું પુજા કરું, હું કરું એમ બોલી દેરાસરમાં કેટલાક મનુષ્યો ગરબડ કરે છે, પણ તે યુક્ત નથી. કેટલાક દેરાસરમાં બેલા બોલી કરે છે, પણ તે યુક્ત નથી. અષ્ટ. પ્રકારી, સત્તર ભેદી, એકવીશ પ્રકારી આદિ પૂજાથી આત્મા પોતે પૂજ્ય પદ પામે છે. દેરાસરમાં હાંડી, ગ્લાસ, વિગેરેને સ્વચ્છ રાખવાં, ઘીનાં કોડીયાં ઉટકી સાફ કરવાં, દેવ દ્રવ્ય કેટલું છે, તેની ખબર લેવી એમ શા ફરમાવે છે. યાદ રાખો કે પર્યુષણ પર્વની ધામધમમાં ચોર, ગઠીયા લેક, દેરાસર વિગેરેમાં પિશી ચોરી કરી જાય છે. એમ કેટલેક ઠેકાણે બને છે. માટે ગફલત રાખવી નહીં. નાના મોટા દરેકે પ્રથમ જીનેશ્વરની પૂજા કરવી જોઈએ. પ્રથમ તે સ્નાન કરવાથી આલસ્ય દુર થાય છે, અને પ્રભુ પૂજાથી કર્મબળ દૂર થતાં આત્મા સ્વર્ગ સિદ્ધિનાં સુખ ભોગવનારે થાય છે. માળણ પાસેથી ફૂલના હાર લેઈ તેમને પૈસા આપતાં પર્વના વિનોદમાં વાંધો ઉઠાવી ટ કરવો નહિ, કુલ પણ વિધિપૂર્વક લાવેલાં લેવા જોઈએ, વિશેષ શું ? જેમ આત્માનું હિત થાય તેમ કરવું. ભાવ પૂજા પણ વિશેષ ભાવથી કરવી તેથી શિવ સંપદા મળશે.
૪. જીનેશ્વર દર્શન, પ્રતિક્રમણ કરી, બીજા કાર્યમાંથી ધર્મ માર્ગમાં ચિત્ત ખેચી, વિધિ સહિત પ્રભુ દર્શન કરવા સારૂ જતા શુદ્ધ વસ્ત્ર પહેરવાં. ક્રોધ, માન, માયા અને લોભ આદિ દોષો ટાળી પ્રભુ દર્શન કરવા જવું. દર્શન કરવા જતાં માર્ગમાં પેશાબ વિષ્ટા વગેરેથી પગ ખરાબ થાય નહિં તેમ ચાલવું. પ્રભુનાં દર્શન નિમિત્તે જતાં રસ્તામાં રાજ્ય કથા, સ્ત્રી કથા આદિ વિકથા
For Private And Personal Use Only