________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
ખેલી અનંત સુખ ભોક્તા થયા છે. બાહ્ય દેશ મમત્વથી રાગ, દ્વેષ, ક્રોધ, કપટ, લોભ, અદેખાઈ, હિંસા, અન્યાય, અને યુદ્ધ, વગેરે કરી અનેક પ્રકારનાં કર્મ બાંધી દુર્ગતિ દુઃખ પામવાં પડે છે. બાહ્ય દેશ મમત્વથી જરા માત્ર પણ ઉપાધિ રહિતપણું પ્રાપ્ત થતું નથી અને ઉલટું ચિત્ત ચંચળ રહે છે, ત્યારે તેથી ઉલટું આત્મદેશ મમત્વથી રાગ દ્વેષાદિ સર્વ પ્રકારના દોષો ટળે છે અને આનંદ સુખને અનુભવ થાય છે. નિરૂપાધિ દશાથી આત્માના અસંખ્ય પ્રદેશમાં રમતાં અનંત સુખને સ્વાદ પ્રાપ્ત થાય છે. સુખ ગુણ આભ દેશમાં રહેલો છે તે પરદેશ મમત્વથી પ્રતિભાસતું નથી. ચોરાશી લાખ છવયોનિમાં દરેક જીવ અનંતવાર ભટકયા અને ભટકશે. તેનું કારણ પરદેશમાં પિતાને દેશ કલ્પવાથી જ. ૪
અહો! જીવે આજ સુધી જ્ઞાન દર્શન ચારિત્ર ગુણમય આત્મદેશનું જ્ઞાન કર્યું નહીં તેથી અજ્ઞાનદશાથી નહીં કરવાનું તેણે કર્યું અને દુઃખપાત્ર બને. હવે પિતાને દેશ સમજીને ચેત ! તારા દેશમાં જન્મજરા અને મરણ નથી. તેથી આત્મદેશને ઉદેશી ગવાય છે કે;–
नहीं पंचभूतका वासा, हमारा देश बहु खासा; हमारो देश जे जाणे, अनंतां सुख ते माणे. अखंड सुखनी वहे धारा, सदा शुद्धबुद्ध निरधारा; लहे देश ते महाराणा, अवर सहुं जाणा नादाना. २ सदा ज्यां योगियो जागे, नहि कोइ शब्दने बोले नहि ज्यां कर्मनुं नाम, अतुल धन शुद्ध कुण तोले. ३ अलख देशी अविनाशी, परमपद एज विश्वासी; चलो हंसा अलख देशे, अरुपी आत्मना वेशे.
આત્માના અસંખ્ય પ્રદેશની શુદ્ધનિશ્ચયનયથી જોતાં આવી સ્થિતિ છે, તેવી સ્થિતિ જ્ઞાનાવરણીયાદિક અષ્ટકર્મ ક્ષય કરી સંપ્રાપ્ત કરવી જોઇએ. “ચલો હંસા અલખ દેશે” આ વાક્ય પુનઃ પુનઃ આત્મદેશનું સ્મરણ કરાવે છે, અને તે અલખ દેશનું છે એમ પણ જણાવે છે. બાહ્ય દેશમાં અનંતવાર જન્મ ધારણ કર્યા પણ જરા માત્ર સુખ થયું નહીં. માટે હે નિર્ભય દેશના વાસી! આત્મા બાહ્ય જગતમાંથી ઉપયોગ સંહરી પિતાના શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગ રાખજે, પિતાના આત્મદેશામાંજ વસજે,
For Private And Personal Use Only