________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
પૂર
રહેવાની. ત્યારે શું જગતના જીવાની એક સરખી પ્રવૃત્તિ થવાની ? ઉત્તરમાં કહેવું થશે કે—જ્ઞાયિક ભાવે આત્મ ગુણની પ્રાપ્તિ વિના નિજ ગુણુની એક સરખી પ્રવૃત્તિ થતી નથી. એક સરખી પ્રવૃત્તિ તે પણ આત્મ ગુણતીજ ગ્રહણ કરવાની છે, પણુ સર્વ જીવા ક્ષાયિક ભાવની પ્રાપ્તિ કરે એ પણ અશક્ય છે. સર્વે જીવા સમકિતી થઈ જાય એ પણુ અનવું અશકય છે. ઉપ દેશ વગેરે આત્મ ગુણેાની પ્રાપ્તિમાં નિમિત્ત કારણુ છે. ત્યારે શું આપણે ખીજાઓને નિર્દોષ બનાવી શકીએ કે નહીં? આ પણ કથન સર્વેના માટે અશક્ય છે. પ્રથમ તા પેાતાના આત્માને ગુણી બનાવ્યા નથી. પોતાના આત્મા બહિરાત્મ ભાવથી અનેક પ્રકારના વિકલ્પ સંકલ્પ તથા સૌષ આચરણાને પ્રતિદિન સેવ્યા કરે છે. સિંહની પેઠે ગર્જના કરી અનેક પ્રકારના ભાષણા આપે છે પણ અંતરમાં જોયું હાય તા માટી પેાલ હોય છે. બાહ્ય જગતના જીવાને અનેક પ્રકારની વિદ્વતા તથા ચતુરાઈ દેખાડવા આત્મા પ્રયત્ન કરે છે પણ અંતરના કામ, ક્રોધ, લેાભ, માહ, અને મત્સરના નાશ કરવા ખીલફૂલ પ્રયત્ન કરતા નથી. દુનિયામાં મહત્તા મેળવવા તથા સ્વાર્થે સાધવા માટે જે કંઈ કરે છે તેટલું આત્માની મહત્તા તથા આત્મ ગુણાની પ્રાપ્તિ માટે કંઈ પણ પ્રયત્ન કરતા નથી. ખાદ્ય કીર્તિ માટે જેટલા પ્રયત્ન કરે છે તેના અમાંશ ભાગ પણ પેાતાના આત્મ ગુણુ માટે પ્રયત્ન કરતા નથી. ીજાની નિંદા કરવામાં અને અમુકની હલકાઈ કરવામાં જેટલી હુંશીઆરી જીવ ધારણ કરે છે તેના શતાંશ પણ પેાતાના દાષા જોવામાં અને અવગુણુથી થતી પેાતાની હલકાઈ જોવામાં પ્રયત્ન કરતા નથી. આનું કારણુ અજ્ઞાન વિના અન્ય કંઈ નથી. અજ્ઞાનથીજ આવી અહિરાત્મ ભાવની પ્રવૃત્તિઓ થયા કરે છે, અજ્ઞાનથીજ જીવ પારકી પંચાતમાં પડી આત્મગુણુથી ભ્રષ્ટ બને છે, અજ્ઞાનથીજ પેાતાના આત્મામાં સુખ છે એમ સમજાતું નથી. અજ્ઞાનથીજ અન્યના દાષા જોવામાં કાગડાના જેવી દ્રષ્ટિ ધારણ કરી વારંવાર પેાતાના મનને નિંદામાં પ્રવર્તાવી પોતે નંદક અને છે. જો અહિરાભા અંતરાત્માનું અને પરમાત્માનું જ્ઞાન સદ્ગુરૂ ઉપદેશ દ્વારા થાય તેા આવી દોષ પ્રવૃત્તિયાની નિવૃત્તિ થયા વિના રહે નહીં; માટે ભવ્ય જીવે સમજવું કે, ખાદ્ય વસ્તુમાં લક્ષ્ય દેવાથી અહિરાભાની પુષ્ટિ થાય છે. માટે ક્ષણે ક્ષણે આત્માનું સ્વરૂપ સ્મરણ કરવું. કાયા, મંન, અને વાણીથી અસંખ્ય પ્રદેશી આત્માં ભન્ન ધારી તેનું સેવન કરવું. આત્મા તેજ હું છું. અન્ય વસ્તુ રૂપ હું નથી એમ દ્રઢ નિશ્ચય કરી ખાતાં પીતાં, હરતાં, અને ક્રૂરતાં હરેક કાર્ય કરતાં, અંતરમાં ક્ષક્ષ્ય દેવું. આ ખાદ્ય વસ્તુ તે હું નથી. આત્મા તેજ હું છું તે આત્મ સન્મુખ દૃષ્ટિ દેવી તેજ કર્ત્તવ્ય છે એમ વિવેકથી વિચારવું.
For Private And Personal Use Only