________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૫૭
करणी तेवी पार उतरणी. આ નાની સરખી શિક્ષા વિસ્મરણીય નથી, એરંડ વૃક્ષ વાવીને એમ આશા રાખીએ કે કેરીઓ પાકશે, અને તેનું ભક્ષણ કરીશું, તે તે આશા નિરર્થક છે. વિષ ભક્ષણ કર્યા બાદ જીવવાની આશા રાખવી, તેના સરખી પાપ કૃત્ય કરીને સારા ફળની ઈચ્છા રાખવી તે વ્યર્થ છે. એક નાનું સરખું દષ્ટાંત સમજવા અર્થે કહું છું કે-કપાસનું બીજ હોય, તેને લાક્ષારંગની ભાવના દેઈ વાવીએ તે તે કપાસથી ઉત્પન્ન થનાર છેડવામાં જે રૂ થશે, તે લાલ રંગનું થશે. કહે લાક્ષારંગની ભાવના રૂમાં કેવી રીતે ગઈ ? તે સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર્યા વિના સમજાતું નથી. તે દષ્ટાંત પ્રમાણે આ ભવ સારાં ચા નરસાં જે કૃત્ય કરાય છે, તેનાં ફળ પરભવમાં ભોગવવા પડે છે. બુદ્ધિમતો આ દષ્ટાંત યથાર્થ સમજી શકે છે. જે કર્મ કરાય છે તે અવશ્ય ભોગવવાં પડે છે, માટે જ્ઞાની પુરૂષ ભવભ્રમણ હેતુ ભૂત પાપ કૃત્યથી દૂર રહે છે. એક પેટ પષણને અર્થે હિંસા કરીએ, અસત્ય વચન બોલીએ, ચોરી કરીએ અને વિશ્વાસઘાતી થઈએ તે તેનું ફળ ભેગવ્યા વિના છૂટકો થતો નથી; માટે મનુષ્ય જન્મ પામી સારાં કૃત્ય કરવાં કે જેથી પરભવમાં દુઃખ ભોગવવાં પડે નહીં. દરેક મનુષ્યની પાસે ત્રણ પ્રકારનું ધન રહેલું છે. એક મનપ ધન, બીજું વચન ઘન, અને ત્રીજું વારંવાર. પ્રથમ મનથી સર્વ જીવાનું શુભ વાંછવું. મન ચંચળ અશ્વ સમાન છે, વળી મન મર્કટ સમાન છે, તેને વશ રાખવું. મનના વિકલ્પ સંકલ્પથી થતા અનેક પ્રકારના દોષ થવા દેવા નહીં. વળી વચનથી કોઈ જીવની લાગણી દુઃખાય એવું વચન બોલવું નહીં. અમૂલ્ય વાળને સારા માર્ગે વાપરવી, પ્રભુનું નામ વાણથી ઉચ્ચારવું, ઉત્તમ પુરૂષને ગુણનું ગાન કરવું, ભવ્ય અને મુક્તિ માર્ગને ઉપદેશ આપવા, કાયાથી અન્ય જીવોનું બૂરું થાય, એમ કાયાને વર્તાવવી નહીં, ભવ્ય જીવોના ઉપકારાર્થે કાયાને પ્રવર્તાવવી એમ ત્રણ પ્રકારનું વન જેની પાસે છે, તે ભીખારી શી રીતે કહેવાય ? દુનિયાના વ્યવહારમાં લોકો તેને ભીખારી કહે, તેથી તેનું કંઈ ન્યૂન થતું નથી. દુનિયામાં ભીખારી લોકે પ્રતિ ગૃહસ્થ વર્ગ ધિક્કારની નજરથી જુવે છે, પણ સમજતા નથી કે ભીખારી લોકે તવંગરના ઘેર માગવા જાય છે, તે પિતાના માટે નહીં, પણ તવંગરના માટે જાય છે,
વા. द्वारं द्वारमटन्तो हि, भिक्षुकाः पात्रपाणयः ॥ कथयन्त्येव लोकाना, मदत्तफलमीदृशम् ॥१॥
For Private And Personal Use Only