________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
વચનામૃત.
૧. જેના અંતઃકરણના કાર્યો તે જોઈ શકતો નથી, તેની ટીકા કર નહિ.
૧૧ પરોપકાર બુદ્ધિ અદેખાઈ કરતી નથી. પરેપકાર બુદ્ધિ દુઃખ સહન કરે છે.
જે તમારી ફતેહ થાય તો તેથી તમે ગર્વિષ્ટ થાઓ નહિ. ગર્વ એ નાશને કર્તા છે અને કડક મીજાજ એ પડતી અગ્રગામી છે.
૧૩ સ્વર્ગ અને નરકને જે વારંવાર વિચાર કરે છે તેનું મૃત્યુ અવશ્ય સુધરે છે.
૧૪ હલાહલ જાતનું ઝેર છે તેના કરતાં ક્રોધ મહાન વિષ છે.
૧૫ મનુષ્ય કૃત્યમાં ભરતીઓટ થયા કરે છે. ભરતી વખતે જે લાભ લે તેને ઉદય થાય છે. જેઓ ગફલત કરે છે તેઓની જીંદગીની સઘળી સફર ખાબોચીયાં અને દુઃખમાં પુરી થાય છે.
૧૬ જે કાર્ય કરવાનું છે, અને જેથી આત્મહિત છે, તેવા કાર્યમાં પ્રમાદ કેમ કરવી જોઈએ ?
- ૧૭ સમય આવ્યા વિના કાર્ય સિદ્ધિ થતી નથી, માટે સમતાની જરૂર છે.
૧૮ રામ રામ રામ ઢાપો ઉપર સલો કg.
૧૮ સોજાની પેઠે વિભાવ દશાથી પોતાને માટે માને એ કયાં સુધી બની શકે ?
૨૦ પરમાર્થ બુદ્ધિ આભ અને પરભવમાં હિતકારી છે.
૨૧ દરેક કાર્ય સૂક્ષ્મ દીર્ધ દૃષ્ટિથી અવલોકી વિવેકપૂર્વક કરવાથી વિશેષ લાભ થાય છે.
૨૨ ઉગ અને સાહસ સદા જે પુરૂષો ધારણ કરે છે, તેને દુઃખના સામું થતાં કલેશ ભોગવવો પડતો નથી.
૨૩ દુનિયા દેરંગી છે, માટે સાવચેતીથી ચાલવું.
૨૪ જેને માટે અમૂલ્ય વખત રોકવો જોઈએ, તેને માટે કોઈ વીરલા વખત રોકતા હશે.
૨૫ ચિન્તવીને જે કાર્ય કરવાનું છે. તેનું ભાન કેઈકને જ હોય છે.
૨૬ કર્મના ઉપર આધાર રાખી ઉધમ ત્યારે એ બુદ્ધિમતને છાજતું નથી.
For Private And Personal Use Only