________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૫૫
કેટલીક વસ્તુઓને વિયોગ થાય છે. સગાંસંબંધીની પ્રીતિ પણ સ્વાર્થને લીધે ક્ષણિક છે. સત્ય આદેય એક આત્મતત્ત્વ છે. બાહ્ય પદાર્થોમાં મારાપણની બુદ્ધિ થાય છે તેનો નાશ થઈ અંતર આત્મતવમાં મારાપણાની બુદ્ધિ થાય તે પરમાત્મપદ પામી શકાય. આત્મા અને કર્મ રૂ૫ પુદ્ગલ દ્રવ્યને અનાદિ કાળથી દુષ્પનીર સગવત સંબંધ થયું છે. રાગ અને દ્વેષથી આત્માની અશુદ્ધ પરિણતિ થઈ છે. તેથી સંસારમાં કર્મનો કર્તા બની પરિભ્રમણ કરે છે અને જે આત્માની સવળી પરિણતિ થાય તો કર્મને ક્ષય કરી પરમાત્મપદ પામે. અતીતકાળે અનંત છ આત્મસ્વરૂપે રમવાથી પરમાત્મપદ પામ્યા અને પામશે. મુક્તિસાધક ભવ્યાત્માઓને શુદ્ધ પરિકૃતિની પ્રાપ્તિ થાઓ એજ સ્વપરહિતાકાંક્ષા.
૧ નમ્રતાથી બેલો ! અંતઃકરણના ઉંડા કુવામાંથી નીકળતી આ એક સહેજ બાબત છે, તેથી જે સારું થાય છે અને આનંદ ઉપજે છે તે અનંત સ્થિતિ બતાવી આપશે.
૨ આડા અવળાં ફેકેલાં તીરે ધનુષધારીએ નહિ ધારેલે ઠેકાણે વાગે. છે અને જેમ તેમ બોલેલાં વચને હૃદયને જખમી કરે છે.
૩ જીવતરનું અતિ મૂલ્યવાન અને શોભાયમાન આભૂષણરૂપ તમારા મિત્રોની પસંદગીમાં ઘણી કાળજી રાખજે. સેબત સારી કરે જેથી તમે સારા થશે.
૪ ઘાતકી મનુષ્યોના માર્ગને અનુસરો નહીં અને ખરાબ માણસને રસ્ત જ નહીં તેથી દૂર રહે. તે પાસે થઇને પણ નીકળો નહીં.
૫ સારી રીતિએ મનન કર અને સત્ય માર્ગ જાણી લે, પછી આગળ વધ અને તારી શક્તિ પારખ. ઉતાવળ કર નહિ. ઉતાવળથી અને અવિચારથી કરેલા એક કૃત્યને અવેજ ઘણું વર્ષોથી પણ પુરી પાડી શકતો નથી.
૬ આરામ લે નહિ, જીવતર ઝડપથી ચાલ્યું જાય છે. મૃત્યુને શરણ પહેલાં હિમ્મતથી કાર્ય કર.
૭ જે હિમ્મત ગઈ તે પછી બધું ગયું તે કરતાં તે જન્મ ન લીધે હોય તે સારું. - ૮ જે શુદ્ધ હેય અને પ્રીતિ દ્રઢ હોય તે કોઈ પણ બાબત કદી બહુ અવળી પડતી નથી.
૮ ડાહ્યા મનુષ્ય કોઈ પણ દિવસ પોતાની હાનિને શોચ કરતા નથી. પણ પિતાને થતા નુકશાનને ઇલાજ કેમ થાય, તેની શોધમાં આનંદથી રહે છે.
For Private And Personal Use Only