________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૬૬૮
भावश्रावकनो तेरमो गुण. देहहिई निबंधण-धणसयणाहारगेहमाईसु: निवसइ अरत्तदुलो-संसारगएसु भावेसु ॥ १३ ॥
ભાવાર્થ શરીરસ્થિતિ હેતુભૂત ધન, સ્વજન, આહાર, અને ગૃહ વગેરે સાંસારિક ભાવામાં ભાવશ્રાવક અરદિષ્ટ થઈને રહે છે.
દેહની રક્ષણુતા કરનારા પદાર્થોમાં, ભાવશ્રાવક રાગ ધારણ કરતોનથી. તેમજ દેહને પ્રતિકૂળ એવા પદાર્થોમાં દેષ પણ કરતો નથી, શરીર ની સુખાકારી રહે એવા પદાર્થો પર રાગ ધારણ કરવાથી કાંઈ વિશેષ ફળ પ્રાપ્ત થતું નથી, તેમજ દેહને પ્રતિકૂળ જણાય એવા પદાર્થોપર દેષ ધારણ કરવાથી પણ કાંઈ વિશેષ ફળ પ્રાપ્ત થતું નથી. દેહને જે પદાર્થ હાલ સાનુકુળ હોય છે તે કેટલાક દિવસ પશ્ચાત્ દેહને પ્રતિકૂળ લાગે છે, અને જે પદાર્થો પ્રતિકૂળ લાગે છે તેજ પદાર્થો પ્રસંગ પામીને સાનુકૂળતાને પામે છે. વસ્તુતઃ જ્ઞાનદષ્ટિથી વિચારીએ તે જડ પદાર્થોમાં સાનુકૂળ અને પ્રતિકૂળ બુદ્ધિ કરવી તે યોગ્ય નથી. જડ પદાર્થોમાં સાનુકૂળત્વ કે પ્રતિકૂળ, વસ્તુતઃ જોતાં નથી. મનમાં જેવી કલ્પના થાય તેવું પરવસ્તુમાં સાનુકૂળત્વ વા પતિકૂળત્વ ભાસે છે. મનની કલ્પનાથી વાસ્તવિક સુખની પ્રાપ્તિ થતી નથી. ભાવશ્રાવકે આજીવિકાના મદદકારોમાં પણ અરક્તદિષ્ટ ભાવને ધારણ કરે છે. ભાવશ્રાવકો પુત્ર, પુત્રી, સગાંવહાલાં, ધન, આહાર, ઘર, ઘોડા, ગાડી, વાડી, અને શસ્ત્ર વગેરે અનેક પદાપર રાગ અગર દુષભાવને ધારણ કરતા નથી. જળમાં કમલ રહે છે પણ તે જેમ જળથી લેપાતું નથી તેમ ભાવશ્રાવકો સંસાર વ્યવહારમાં રહે છે પણ તેથી વેપાતા નથી. આવો અરક્તદિષ્ટ ભાવ પ્રાપ્ત થ દુર્લભ છે. કેટલાક પિતાની મેળે માની લે તે ભલે માની લે, પણ વસ્તુતઃ તેવી દશા પ્રાપ્ત કરવી મહા દુર્લભ છે. તેમજ અરક્તદિષ્ટ ભાવ પ્રાપ્ત કર્યા વિના ભાવ શ્રાવકત્વ પ્રાપ્ત કરવું પણ મહા દુર્લભ છે. એકદમ આવી અરકતષ્ટિ દશા પ્રાપ્ત કરી શકાતી નથી. અનુભવજ્ઞાન જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ આવી દશામાં પ્રવેશ થતો જાય છે. સંસારના પદાર્થો પાસે રહેવું તેમ છતાં તેમાં રાગ કે દ્વેષથી લેપાવું નહીં એ કાંઈ સામાન્ય વાત નથી. અરહિતષ્ટિભાવ પ્રાપ્ત કરવા માટે અધ્યાત્મજ્ઞાનની અત્યંત આવશ્યકતા છે. તેમજ જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પણ અત્યંત આવશ્યકતા છે. ધર્મક્રિયા કરવાની પણ આવશ્યક્તા છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અને અધ્યાત્મજ્ઞાનના અભ્યાસથી ભાવશ્રાવકો અરક્તદિષ્ટગુણ પ્રાપ્ત કરવાને અધિકારી બને છે. અને જ્ઞાનગર્ભિત વૈરાગ્યવડે રાગાદિક મનમાં ઉત્પન્ન થતાં જ અટકાવે છે. તેઓ વિચારે છે કે
For Private And Personal Use Only