________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮
શ્રાવક ધર્મ સ્વરૂપ.
રતે થક ભાવાવક મૂઢના હસવાથી લાયમાન થતું નથી. જેઓએ જેનધર્મની ક્રિયાઓનું રહસ્ય જાણ્યું નથી. તેઓ ધાર્મિકક્રિયા કરનારાઓને હસી કાઢે એમાં કંઈ આશ્ચર્ય નથી, ધર્મની ક્રિયાઓથી અા એવા લોકોની હાંસીથી ભાવશ્રાવકો ધર્મ ક્રિયા કરતાં શરમાતા નથી. તેમજ કોઈનાથી ડરી જઇને ધર્મ ક્રિયાઓથી પરાભુખ પણ રહેતા નથી, ધાર્મિક ક્રિયાએનાં રહસ્ય જાણીને તતતત ક્રિયાઓને પ્રેમથી આદરે છે. અમુક ભાષાના પ્રેફેસરે વગેરે કેટલાક સુધરેલાને ફાકી રાખનાર ધાર્મિક ક્રિયાઓ કરતાં અમારી અન્ય સુધરેલા લોકે મશ્કરી કરશે. એવું જાણુ ધર્મની ક્રિયાએને આચરવાથી દૂર રહે છે. એમ પણ જીવે જુદા જુદા કારણેથી ધર્મમાં પ્રવૃત્તિ કરતાં શરમાય છે અને તેથી તેઓ મૂઢ લોકોની ટીકાથી ડરકુમી જેવા બની જાય છે. આવા પ્રકારના શ્રાવકો ધાર્મિક ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરી શકતા નથી. ધર્મની ક્રિયા કરવામાં લજજા રાખે છે તે ખરેખર મૂર્ખ છે. પિતાના હિતને તે સમજી શકતો નથી. ભાવશ્રાવકો વખતસર ધાર્મિક ક્રિયાએને આદરભાવથી આચરે છે. કોઈ ધર્મનું પૂતળું, ભગત વગેરે શબ્દોથી ચીડવે તેપણું તે ધાર્મિક ક્રિયાઓનાં રહસ્યને પૂર્ણપણે સમજીને ક્રિયાઓને આચરે છે. ચિન્તામણિ રત્ન કરતાં પણ અનન્ત ગુણ અધિક એવી ધર્મ ક્રિયાને સમજીને તેમાં આદરભાવથી પ્રવૃત્તિ કરે છે કેટલાક લોકો સમ્મઅિઠ્ઠમની પેઠે અથવા ગાડરીયા પ્રવાહની પેઠે ધાકિ ક્રિયાનું ઉદે શપૂર્વક મૂળ રહસ્ય જાણ્યા વિના તેમાં પ્રવૃત્તિ કરે છે. તેથી તે ધાર્મિક ક્રિયા વડે સાધ્ય તવને સાધી શકતા નથી, માટે ધાર્મિક ક્રિયાઓનું ઉદેશપૂર્વક મૂળ રહસ્ય જાણવું જોઈએ અને ધર્મ ક્રિયા કરતાં કોઈ પણ લજ્જા આદિ કારણથી જરા માત્ર સંકોચાવું જોઈએ નહીં. ભાવશ્રાવકા સભ્યજ્ઞાનથી તાવને જાણીને પશ્ચાત આદરવા ગ્યને આદરે છે. પિતાના અધિકાર પ્રાપ્ત લાયેલું ચારિત્ર ઉચ્ચ કરવા પ્રયત્ન કરે છે. દેશ વિરતિ ધર્મ ક્રિયામાં પ્રવૃત્તિ કરીને આત્મ કલ્યાણ કરે છે, સિદ્ધાન્તોના આધારે ધાર્મિક ક્રિયાઓને આદરવી જોઈએ. ભાવશ્રાવ યથાશકિત ક્રિયામાં આદર કરે છે પણ અન્ય મનુષ્યોની નિન્દા કરતા નથી. ક્રિયાનું અજીર્ણ નિન્દા છે. જે ક્રિયાવાદી હોય છે તે પ્રાયઃ નિન્દા કરનારે હોય છે. માટે ભાવશ્રાવકેએ ધાર્મિક ક્રિયાઓને કરતાં નિન્દા વગેરે દેશોની ઉત્પત્તિ ન થાય તેમ ઉપયોગ રાખ એમ વસ્તુતઃ સિદ્ધ કરે છે. આત્માની શુદ્ધિ માટે ભાવશ્રાવકો ધર્મક્રિયા કરે છે તેથી તે રાગદેષથી દૂર રહે છે માટે બારમે ગુણ કહ્યા બાદ હવે ભાવશ્રાવકના તેરમા ગુણને કહે છે.
For Private And Personal Use Only