________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
શ્રાવક ધર્મ સ્વરૂપ.
દુનિયાની કોઈ પણ વસ્તુ ખરેખર આત્માની સાથે આવનાર નથી. આત્મા દુનિયાના સકળ પદાર્થો તજીને પરભવમાં ચાલ્યેા જાય છે. દુનિયાની વસ્તુએમાં અહં મમત્વ ભાવની કલ્પના જૂહી છે. ભાવશ્રાવકા, સંસાર વ્યવહારને ઉચિત એવાં દુનિયાનાં કાર્યો કરે છે પણુ અન્તરથી તા તેઓ ન્યારા રહે છે, અર્થાત બાહ્યકાર્યાંમાં રાગ વા દ્વેષથી મુંઝાતા નથી. કોઈના ઉપર બૈર કરતા નથી. કાઈના ઉપર રાગ કરતા નથી. કાઇનું ઊંધું વાળવા પ્રવૃત્તિ કરતા નથી. કોઈની મશ્કરી કરીને કલેશ ઉત્પન્ન કરતા નથી. કાઈની સાથે વૈરની પરંપરાને વધારતા નથી. ભાવશ્રાવકો પોતાના ગુરુસ્થાનકની હ્રદ પ્રમાણે અરષ્ટિભાવને ધારણ કરીને જૈન ધર્મની આરાધના કરે છે અને તેથી તે વખત આવે સાધુની દીક્ષા અંગીકાર કરીને સર્વ વિરતિરૂપ ઉત્તમ ચારિત્ર પાળવાને સમર્થ બને છે અને કર્મના ક્ષય કરે છે. માટે તેરમા ગુણુસ્થાનકને પ્રાપ્ત કરવા માટે પુરૂષો અને વ્હેનાએ ઉદ્યમ કરવા જોઈ એ. જે શ્રાવક, અરક્તષ્ટિ ભાવને ધારણ કરે છે તેજ મધ્યસ્થ ગુણુને પ્રાપ્ત કરી શકે છે માટે તેરમા ગુણુનું વર્ણન કર્યા બાદ વૈદમા ગુણનું વર્ણન કરે છે. भाव श्रावकनो चौदमो गुण.
उवसमसारवियारो - बाहिज्जइ नव राग दोसेहिं; मझ्झत्थो हियकामी- असग्गहं सव्वहाचयइ ॥ १४ ॥ ભાવાર્થે—ઉપશમસાર વિચારવાળે ભાવશ્રાવક રાગદ્વેષથી પરભવ પા મતા નથી. હિતકામી મધ્યસ્થ ભાવશ્રાવક સર્વ પ્રકારે કદાગ્રહના ત્યાગ કરે છે. રાગાદિ કષાયાને દૂખાવવા તેને ઉપશ્ચમ કહે છે. ઉપશમભાવવડે જે ધર્માદિકનું સ્વરૂપ વિચારે છે તે કોઈ પણ પક્ષમાં પડતા નથી. મેં ઘણા લેાકા સમક્ષ આ પક્ષ સ્વીકાર્યો છે અને ધણા લેાકાએ મારા પક્ષને પ્રમાણ કર્યો છે માટે તે માનેલા પક્ષને હવે કેમ તજી ઉં એમ વિચારીને પેાતાના અસત પક્ષના અનુરાગમાં પડતા નથી અને તેથી તે ભાવશ્રાવક અમારા
આ શત્રુ છે, કેમકે તે અમારા પક્ષના દૂષક છે માટે સામાને હલકા પાડી તેની પ્રતિષ્ઠા ઘટાડું એવી દ્વેષ ભાવનાને તે કરતા નથી. પોતે જે પક્ષ પકડયા હાય તે ખાટા હાય તાપણુ પુષ્ટિ કર્યા કરે એવી કદાગ્રહી માણુસાને ટેવ હાય છે. પણ મધ્યસ્થ હોય છે તે તેા જ્ઞાનવૃષ્ટિથી સર્વે ખાખતનું મનન કરી સત્ય સિદ્ધાન્તને અંગીકાર કરે છે. મનમાં હિતની ઈચ્છાને ધારણ કરી સત્યને અવલખે છે. પરસ્પર ગચ્છમાં પડેલા મતભેદોનું સુક્ષ્મ દૃષ્ટિથી મનન કરે છે. ગીતાર્થે ગુરૂના ઉપદેશનું સમ્યગ્રીત્યા પાન કરવાને તે સમયે થાય છે. આગમયુક્તિથી ધર્મતત્ત્વોને સમજે છે. લેાહગ્રાહક વાણીયાની પેઠે મેં
For Private And Personal Use Only