________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવકે ધર્મ સ્વરૂપ.
૩૫૮
છે તેથી લક્ષ્મીને સાત ક્ષેત્રમાં સદુપયોગ કરે છે. અસાર ધનપર ભાવશ્રાવકો મમત્વ ભાવ ધારણ કરતા નથી. અર્થાત્ એવા ધન ઉપર લોભ કરતા નથી. પુણયના ગે ન્યાયથી વેપાર કરતાં જે ધન પ્રાપ્ત થાય છે તેના વડે સંસાર
વ્યવહાર ચલાવે છે. પણ ધનપર મમત્વ રાખતા નથી. લક્ષ્મીરૂપ બાહ્ય વસ્તુઓને સાંસારિક વ્યવહાર હેતુભૂત જાણીને તેમાં રાગથી રંગાતા નથી. ભાવ શ્રાવકે આવી દશાને ધારણ કરે છે અને તેથી ધનનો ત્યાગ કરીને વખત આવે સાધુની દીક્ષા ગ્રહે છે. પૂર્વથી તેઓની આવી દશા થતાં સાધુ થયા પછી પણ કોઈ પદાર્થોમાં લોભાતા નથી. માટે ભાવ શ્રાવકોએ ધન છતાં ધનને લોભ ત્યાગ જોઈએ.
भाव श्रावकनो चोथो गुण.
दुहरूवं दुख्खफलं, दुहाणुबंधिं विडंबणारूवं ॥ संसारमसारंजाणिउण, न रइं तहिं कुणई ॥ ४ ॥
સંસારને દુઃખરૂપ, દુઃખફળ, દુઃખાનુબલ્પિ, વિડંબનારૂપ અને અસાર અવબોધિને તેમાં ભાવશ્રાવક રતિને ધારણ કરતા નથી.
ચતુર્ગતિ રૂ૫ સંસારમાં સર્વત્ર સર્વથા જન્મ, જરા અને મૃત્યુનાં દુઃખો વ્યાપી રહ્યાં છે. દુઃખની પરંપરા રૂપ સંસાર છે. ચતુર્ગતિ રૂ૫ સંસારમાં સર્વત્ર દુઃખના હેતુઓ છે. સંસાર અનેક દુઃખને હેતુભૂત હેવાથી બળતા અગ્નિ સમાન છે. સંસારમાં નાટકીયાની માફક દેવતા, મનુષ્ય તિયે અને નારકીનાં રૂપ ધારણ કરવાં પડે છે. એવા આ સંસારમાં કોણ સાર માની લે? અર્થાત કઈ જ્ઞાની માની લે નહીં. સંસારમાંથી નીકળવાને ભાવ શ્રાવક મનોરથ કરે. ભાવ શ્રાવક સંસારને કેદખાના જે સમજી તેમાંથી નીકળવાના વિચારો કર્યા કરે. વ્યાધિની જાળમાં પકડાયેલા પંખી જેમ રાત્રી દિવસ તેમાંથી નીકળવાના ઉપાયો શોધ્યા કરે છે, તેમજ ભાવશ્રાવક પણ સંસારમાંથી મુકત થવાના ઉપાય શોધ્યા કરે છે. આવા પ્રકારને ભાવશ્રાવક વખત આવે દીક્ષા અંગીકાર કરવા ચૂકતો નથી, અને તેની આવી ઉત્તમ દશાથી સાધુની દીક્ષા અંગીકાર કરી સમ્યગ્રીત્યા પાળે છે. માટે ભાવશ્રાવકપણું પ્રાપ્ત કરવા પુરૂષો અને નારીઓએ પ્રયત્ન કરે જોઈએ એજ ઉત્તમ હિતશિક્ષા છે.
For Private And Personal Use Only