________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ..
૩૫૭
છે. મન જેવા પ્રકારનું થાય છે તેવા પ્રકારના વિષય ભાસે છે. ઇન્દ્રિય કરતાં મનની શક્તિ વિશેષ છે. આત્મા જે મનને વશમાં રાખે તો ઇન્દ્રિયો આજ્ઞાની બહાર પ્રવૃત્તિ કરતી નથી. ભાવશ્રાવકે મનને વશ કરીને ઈન્દ્રિયો ઉપર કાબુ મેળવે છે. પ્રબલ પ્રારબ્ધના યોગે તેઓ કદાપિ યોગ્ય કર્મના દાસ જેવા બને છે તે પણ અન્તરથી તેઓ વિષની લાલસાવાળા ન હેવાને લીધે ભેગાવલી કર્મનો ઉદય ટળતાં વિષય પર વિજય મેળવી શકે છે અને તેઓ તેથી સાધુ થવાને અધિકારી પણ બને છે. ઇન્દ્રિયોના વિષયમાંથી સુખબુદ્ધિ ટાળવાને માટે તત્ત્વજ્ઞાનની ભાવના તેવા ભાવ શ્રાવકો કરે છે.
भावश्रावकनो तृतीय गुण.
सयलाणत्थनिमित्तं, आयास किलेस कारणमसारं । नाउण धणं धीमं, नहु लुम्भइ तंमि तणुयम्मि ।। ३ ।।
સકળ અનર્થોનું કારણ, આયાસ અને કલેશનું કારણ એવું અસાર ધન જાણીને બુદ્ધિમાન શ્રાવક તેમાં લેશમાત્ર પણ લેભ કરતો નથી. કહ્યું છે કે -
છે જ ... अर्थानामर्जने दुःख, मर्जितानां च रक्षण ॥ आये दुःखं व्यये दुःखं धिगर्थाः कष्टसंश्रयाः ॥१॥
અને પિતા કરતાં દુઃખ છે. સુવર્ણ મેતિ વગેરે પદાર્થોનું રક્ષણ કરવામાં પણ દુખ છે. તે વસ્તુ આવે છતે દુઃખ છે અને નાશ થએ તે દુઃખ છે. માટે કષ્ટના આશ્રય રૂ૫ ( અર્થાત કચ્છ વડે સાધ) લક્ષ્મી ભૂત મનાયલા પદાર્થો ધિક્કારવા લાયક છે. લક્ષ્મીથી રાજા તરફથી આયાસ (બે) નો ભય રહે છે. શું મને રાજ્ય તરફથી ઉપાધિ તે નહીં આવે ? મારા ધનને અગ્નિ બાળી નાંખશે કે શું? શું સગાં વહાલા ધનને પચાવી તો નહિ પાડે? શું ચોર લુંટી તો નહિ જાય? જમીનમાં દાટેલું ધન કોઈ કદાપિ હરણ તો નહિ કરે? મળેલું ધન રહેશે કે નહિ રહે ધનની કેવી રીતે વ્યવસ્થા કરવી ? ઈત્યાદિક અનેક જાતના ધન સંબંધી મનમાં પ્રશ્રનો થાય છે અને તેથી મનમાં અનેક પ્રકારની ચિંતાઓ થયા કરે છે અને તેથી સુખપૂર્વક ઉંઘ પણ આવતી નથી. ધન માટે શારીરિક, વાચિક અને
For Private And Personal Use Only