________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૨૧
અશુભ કથા પ્રસંગથી કલુષિત મનવાળાનું વિવેકરન્ન, નાશ પામે છે. ધર્મ તો વિવેક સાર છે. માટે ધર્માર્થી પુરૂષે સકથા કરવી જોઈએ.
હેય, રેય અને ઉપાદેયના સમ્યગુજ્ઞાનને વિવેક કહે છે. સારી અને ખોટી વસ્તુનું જે જ્ઞાન થાય છે તે વિવેક રત્ન ગણાય છે. અશુભ વાર્તાઓથી વિવેક રનની નષ્ટતા થાય છે. જે વાતો કરવાથી પિતાનું શુભ ન થાય અને ઉલટી અનેક પ્રકારની પિતાને તથા અન્યને હાનિ પ્રાપ્ત થાય તેને અસત કથાઓ (વિકથાઓ) કહે છે; ઘણું લેકે ચાટામાં કોઈની દુકાને બેસીને નકામા આડાઅવળા તડાકાઓ માર્યા કરે છે અને પિતાના જીવનની નિષ્ફળતા કરે છે અને અન્યોને તેઓ ઉપાધિરૂપ થઈ પડે છે. “નવો પડયો નખેદ વાળે' એ કહેવત અનુસારે નવરા બેસી રહેલા ગમે તે વર્ણના મનુષ્યો અનેક પ્રકારની નિન્દા–ઈર્ષાગર્ભિત આડીઅવળી વાર્તાઓ ચલાવે છે અને તેથી તેઓ ઘણુઓના શત્ર બને છે. વિના પ્રજને કેટલાક અન્ય મનુષ્યોના બેલવાપર તથા વર્તન પર ટીકાઓ કર્યા કરે છે, તેમાં તેને એનું કાંઈ વળતું નથી અને સામાઓને પિતાના પ્રતિપક્ષી બનાવે છે. જે નકામી કુથલી કરે છે તે પિતાનું તથા પરનું કલ્યાણ કરી શકતો નથી. કેટલાક હવામાંથી વાત ઉપજાવી કાઢી એકી વખતે ગમે તે બાબતમાં એક મોટી ભયંકરતા ઉપજાવે છે અને તેમાં હજારે જીવોનું કેટલીક વખત અકલ્યાણ થાય છે. કેટલાક રાજ્ય સંબંધી અશુભ વાર્તાઓને કરે છે અને તેથી પોતે અનેક પ્રકારના સંકટમાં સપડાય છે. અસત કથા કરનારો પ્રાયઃ ઘણું લોકોમાં અપ્રિય થઈ પડે છે. અસત કથા કરનાર કદાપિ સત્કથા કરે છે, તે પણ તેના પર એકદમ વિશ્વાસ આવતો નથી. પિતાના આત્માને અને પરના આત્માને ન્યાય પુરસ્સર જે વાતો કરવાથી લાભ થાય છે તેવી કથાઓ કરવાને અભ્યાસ પાડવો જોઈએ. જે વાતોમાં પોતાનો અધિકાર નથી અને જે વાત કરવાથી અંશ માત્ર પણ પિતાનું ભલું થવાનું નથી તેવી અસત્ વાતોને વિવેકી પુરૂષ કદાપિ કાળે કરતો નથી. કેટલીક વખત તે કલેશકારક વાતે કરવાથી નાતજાત અને આખી સમાજમાં અશાંતિ ફેલાય છે, માટે ગૃહસ્થ મનુષ્યોને ધર્મ છે કે નીતિના વ્યાપાર આદિને અનુસરી યોગ્ય વાર્તાલાપ કર, તેમજ મોટા મોટા સપુરૂષોના ઉચ્ચ ચરિત્રની કથાઓ કરવી, કે જે કથાઓ સાંભળીને અન્ય લોકો પણ પિતાનું જીવન ચરિત્ર સુધારે અને ધર્મના માર્ગમાં દોરાય. અસત્ (ખરાબ) વાર્તાઓ કરનારાએના મનમાં એવી તો ખરાબ વિચારેની અસર થાય છે કે તેઓ પુરૂષ વા સાધુઓની પાસે જઈને પણ એવી જ વાર્તાઓ બેલીને તેઓને કંટાળે
For Private And Personal Use Only