________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
શ્રાવક ધર્મ સ્વરૂપ
તેના મનમાં ગુણોનેજ વધારવાની જિજ્ઞાસા વધે છે. ગુણાનુરાગી ગુણવડે નીચ જાતિમાં જન્મેલો હોવા છતાં ઉશ્ય કહેવાય છે અને ઉચ્ચ જાતમાં જન્મેલો પણ ગુણનુરાગ વિના નીચ કહેવાય છે. ગુણને ગાનાર, બેલનાર, ગ્રહનાર મનુષ્ય ઉચ્ચ છે અને દોષને કહેનાર, ગ્રહનાર મનુષ્ય કાગડાની પેઠે નીચ છે, ગુણાનુરાગી સર્વ જીવોની સાથે ભાતૃભાવ રાખી શકે છે અને તે સર્વ શત્રુઓને પણ પિતાના આત્માના જેવા પિતાના પ્રસંગમાં આવતાં બનાવે છે. ગુણાનુરાગીની આંખે ગુણેજ દેખાય છે. તેના હદયની ઉચ્ચતા ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામે છે. ગુણનુરાગીના મનમાં તથા વચનમાં અમૃત વસે છે. ગુણાનુરાગી ગમે તેવા પ્રસંગોમાં પણ પોતાના આત્માને દુર્ગણના ખાડામાં ધકેલી દેતો નથી. ગુણાનુરાગી ગુણ તથા દોષ બેને દેખે છે, જાણે છે, છતાં દુર્ગુણો તરફ તેનું લક્ષ રહેતું નથી, પણ ફક્ત ગમે તેના સગુણ તરફ તેનું લક્ષ રહે છે. ગુણનુરાગી ચંદ્રમાની પેઠે જગતમાં પ્રિય થઈ પડે છે અને તેના તરફ લોકોનું સ્વાભાવિકરીતે વલણ ખેંચાય છે, ગુણાનુરાગી ધર્મકારમાં પ્રવેશ કરે છે અને હજારોને કરાવે છે. ગમે તે રૂપવંત પુરૂષ હેય પણ નાકે ચાહું પડયું હોય તે તે શોભતો નથી. ગમે તે વિદાન હોય, ગમે તે વકતા હોય, ગમે તે ઉચ્ચ હૈય, પણ જે તે ગુણાનુરાગી ન હોય તે તે જગતમાં શોભા પામી શકતો નથી. શ્રી કેવલીપ્રભુ સર્વદૃષ્ટિથી સર્વ મનુષ્યોના ગુણે અને દેજોને જાણે છે છતાં પણ કોઇના દોષોને પ્રકાશતા નથી, ( જ્યારે મનુષ્ય, પૃચ્છા કરે છે ત્યારે જેવાં કર્મ કર્યો હોય છે તે તે વ્યકિતને કહે છે.) નિર્ગુણી હોય તે ગુણને - ળખી શકતો નથી. ગુણાનુરાગ વિના ગમે તેવો મનુષ્ય જગતમાં શાંતિને પામી શકતો નથી, અને અન્યને શાતિમાં સહાયક બની શકતો નથી, માટે ગુણાનુરાગ ધારણ કરવો કે જેથી શ્રાવક ધર્મની યોગ્યતા મળે. ગુણનુરાગ સંબંધી વિશેષ હકીકત વાંચવી હોય તે સરકારીયાત ગુજાનુ પુત્ર વિવેચન વાંચવું. ગુણાનુરાગી સત કથા કરનારા હોય છે માટે ગુણાનુરાગ પશ્ચાત સાથનgછનું વિવેચન કરાય છે.
१३. तेरमो सत्कथन गुण.
नासइ विवेगरयणं, अमुहकहासंगकलुसियमणस्स ॥ धम्मोविवेगसारुत्ति, सक्कहो हुज्ज धम्मथ्थी ॥ १३ ॥
For Private And Personal Use Only