________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
શ્રાવક ધર્મ રવરૂપ. કંઈ પણ ઠપકે ન આપે એવી કાળજી રાખે છે. લજ્જાળુ પુરૂષ સાધુ પુરૂષોના સામે થતો નથી અને મોટા પુરૂષની વાતને સ્વીકારી શકે છે. લજજાળુ પુરૂષ ભૂલ આવે છે તો બીજાઓની આગળ મુખ દેખાડતાં પણ શરમાઈ જાય છે; આ લજ્જાળુ પુરૂષ અંગીકાર કરેલી પ્રતિજ્ઞાને ત્યાગે નહીં એ બનવા યોગ્ય છે, માટે શ્રાવકધર્મની યોગતા પ્રાપ્ત કરવા માટે લજજાળુ ગુણને ધારણ કરવો જોઈએ. લજજાળ પુરૂષ દયાનું પાલન કરવા સમર્થ થાય છે. માટે હવે દયા ગુણને વર્ણવે છે.
૨૦. રામ કથા -
मूल धम्मस्स दया, तयणुगयं सबमेवगुणठाणम् ।। . सिद्धं जिणिंद समये, मग्गिज्जइ तेणिह दयालु ॥१०॥
ધર્મનું મૂળ દયા છે અને દયાને અનુકૂળજ સઘળું અનુષ્ઠાન જેમ શાસ્ત્રમાં કહ્યું છે; માટે દયાળુપણું માગવા યોગ્ય છે.
આચારાંગ સૂત્રમાં શ્રી મહાવીરે નીચે પ્રમાણે કહ્યું છે –
सेबेमि जे अश्या जेय पडुपन्ना जे आगमिस्सा अरहंता भगवंतो ते सव्वे एवमाइखंति एवं भासंति एवं पन्नवंति एवं परुवंति सम्वे पाणा, सव्वे भूया, सव्वे जीवा, सव्वे सत्ता, न हंतव्वा, न अज्झावेयव्वा, न परितावेयव्वा, न उद्दवेयव्वा, एस धम्मे सुद्धे निइए सासए સનિયોર્જ ચર્ફેિ gિy ઈત્યાદિ.
જે તીર્થકરો ભૂતકાળમાં થયા, જે હાલ વર્તે છે અને જે આવતા કાળમાં થશે તે સર્વે આ રીતે બોલે છે, જણાવે છે, વર્ણવે છે અને પ્રરૂપણું કરે છે કે, સર્વ પ્રાણ, સર્વ ભૂત, સર્વ જીવ, અને સર્વે સોને હણવા નહિ, તેમના પર હકુમત ચલાવવી નહીં; તેમને પરિતાપ કરે નહીં અને તેમને ઉપદ્રવ કરવો નહીં. આ પવિત્ર અને નિત્ય ધર્મ, લોકોના દુઃખને જાણનાર શ્રી મહાવીર ભગવાને બતાવ્યો છે. દયાની રક્ષા માટેજ બાકીનાં વ્રત છે. કહ્યું છે કે –
શ્રોતા, अहिंसैव मता मुख्या स्वर्गमोक्षप्रसाधनी ॥ अस्याः संरक्षणार्थ च न्याय्यं सत्यादिपालनम् ॥ १॥
For Private And Personal Use Only