________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂ૫.
wwwww
પ્રિયતાના શબ્દોનું શ્રવણ કરવા જરા માત્ર કાનને મહેનત આપવી નહીં. દાન, વિનય, સદાચારમાં પ્રવર્તવું એ મહારું કર્તવ્ય છે અને એ કરવું જોઈએ, એમ નિશ્ચય કરી પ્રયત્ન કરવો. એમ તેની પ્રવૃત્તિથી તે લેકમાં પ્રિય થઈ પડે છે અને તે ધર્મરનને ગ્ય થાય છેજ. સખાવતથી પ્રત્યેક પ્રાણી સહેજે વશીભૂત થાય છે. દાન ક્રિયાથી વૈરે ભૂલાય છે, દાનથી અન્ય મનુષ્યો બંધુતુલ્ય થાય છે, માટે દરરોજ દાન કરવું. લોક પ્રિય મનુષ્યથી સમ્યગદષ્ટિ છો પણ ખુશી થાય છે અને સ્વપરના આત્માની ઉન્નતિ કરવા તે સમર્થ થાય છે. લોકપ્રિય થએલામાં પ્રાયઃ ક્રૂરતા રહેતી નથી અર્થાત તે અફર બને છે તે હવે જણાવે છે.
कूरो किलिठभावो, सम्मं धम्म न साहिउं तरइ ॥ इय सो न इत्थ जोगो, जोगो पुण होइ अकूरो ॥५॥
કર (કિલષ્ટ) પરિણમી હોય છે તે ધર્મને સમર્થપણે સાધવા સમર્થ થઈ શકતો નથી. તેથી તે ર પુરૂષ અત્ર શુદ્ધ ધર્મમાં યોગ્ય નથી, પણ જે અફર છે તે જ યોગ્ય જાણુ.
ઈર્ષા, કલેશ, વૈરઆદિથી કિલષ્ટ પરિણામવાળો હોય તે સમ્યગરીત્યા ધર્મ સાધવાને યોગ્ય થઈ શકતો નથી.
વર ક્રરતારૂપ છે. ક્રોધથી વૈર ઉત્પન્ન થાય છે. વૈરી મનુષ્ય દાવ સાધીને પ્રતિપક્ષીઓના મસ્તક ઉડાવી દે છે. વૈરથી સામાના ઉપકારો તરફ લક્ષ રહેતું નથી. વૈરી વિશ્વાસને વાત કરે છે. વૈરથી સંસારમાં ઘણુ કાળ પર્યત છ પરિભ્રમણ કરે છે. વૈરથી મનુષ્યનું હૃદય અશુદ્ધ બને છે અને તેથી તે ધર્મના સંસ્કાર પામવા માટે યોગ્ય બનતું નથી. વૈરવાળે મનુષ્ય, અદ્ધર બની શક્તો નથી. તેના હદયમાં દયાને વાસ હેતો નથી. તેમજ ઈર્ષ્યા અને કહેશથી જેનું હૃદય સંતપ્ત રહે છે, તે ૨ પરિણમવડે કર હિંસાકર્મ વગેરેમાં પ્રવૃત્તિ કરે છે અને તેમાં પ્રસંગે પિતાને પણ ના થાય છે. કિલષ્ટ પરિણામથી દયાભાવ, ભ્રાતૃભાવ, સર્વ જીવોની સાથે એકતા રાખવી, સર્વ મનુષ્યના ભલામાં ભાગ લેવો, વગેરે સન્માર્ગમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. દ્વેષાદિથી ક્લિષ્ટ પરિણામી મનુષ્ય, દયાનાં ઝરણની નદીઓ
For Private And Personal Use Only