________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
૨૧
કરે છે, અને દુષ્ટ જનોની સંગતિ ત્યાગ કરવા કહે છે. નાટક પ્રેક્ષણ વગેરેથી આત્મા પરભાવમાં રમી પાપની રાશિ સંપાદન કરે છે, શ્રી સદ્ગુરૂ સમાગમ કરવાથી આત્મા સમ્યકત્વ પામે છે. મિથ્યાત્વને ત્યાગ કરે છે. જીવાજીવ પદાર્થનું જ્ઞાન થાય છે. એ સર્વ સશુરૂ સમાગમનું ફળ છે. પ્રદેશી રાજા સરખા નાસ્તિક પણ સદ્દગુરૂ સમાગમથી આસ્તિક થયા તેમ બીજાઓ પણ સગુરૂ સમાગમથી સમ્યકત્વને પામી શકે છે. અને અનુક્રમે સવરભાવે આત્માને ભાવી જ્ઞાન દર્શન ચારિત્ર રૂ૫ રત્નત્રયીના ભોક્તા થાય છે. એ સત્ સમાગમ સ્વપરને પ્રાપ્ત થાઓ.
ચકાર ચંદ્ર નિહાળીને, આનંદ પામે જેમ;
સશુરૂ વાણી સુણતાં, ભવિમન આનંદ તેમ ૧ ચર પક્ષી ચંદ્રને દેખી જેમ આનંદ પામે છે, તેમ સદગુરૂ મહારાજનું (મુખ દેખતાં તેમજ) તેમની વાણી સાંભળતાં ભવ્ય જીને આનંદ થાય છે. સગુરૂને દેખી જેના મનમાં હર્ષ થતો નથી, તે દુર્ભવ્ય જાણવા. શ્રી સશુરૂ સ્થાવર તીર્થ કરતાં પણ અત્યુત્તમ છે. કારણ કે સ્થાવર તીર્થને ઓળખાવનાર પણ શ્રી સદગુરૂ છે. શ્રી સશુરૂ પુષ્ય અને પાપને ઓળખાવે છે, દ્રવ્ય ગુણ પર્યાયનો અવબોધ શ્રી સશુરૂ કરાવે છે. નરક અને મોક્ષનું સ્વરૂપ શ્રી સશુરૂ જણાવે છે. કેટલાક છો પોતાની મેળે પિથી વાંચી અમે તત્ત્વ પામ્યા એમ માની બેશે છે. પણ યાદ રાખવું કે ધન જ્ઞા જે જ્ઞાન પ્રાપ્તિ થાય છે તે બીજી રીતે થતી નથી. જેટલી સદગુરૂ શ્રદ્ધા ભક્તિ ઓછી તેટલું જ તેને ધર્મ પ્રાપ્તિમાં અલ્પફળ થઈ શકે છે. ધર્મ પ્રાપ્તિ ગુરૂવિના થવી દુર્લભ છે. જેને ગુરૂ ઉપર શ્રદ્ધા છે, તેને થોડું જાણું તો પણ ઘણું જાણ્યું. થોડું ધર્મ સેવન પણ ઘણુ ફળને આપશે. ગુરૂ વિના સ્વચ્છેદીઓને આત્મા ઉષરક્ષેત્ર સમાન જાણુ. અને ગુરૂપર પૂર્ણ શ્રદ્ધા છે, એવા શ્રાવક થા સાધુ શિષ્યોને આત્મા તીર્થ સદશ જાણુ. સદ્દગુરૂ ઉપદેશથી આત્મા પિતાનું સ્વરૂપ જાણી, જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ સ્વધન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. આત્મા વિચારે છે કે મેં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ અસત પ્રવૃત્તિથી ચતુર્ગતિમાં પુનઃ પુનઃ પરિભ્રમણ કર્યું. હવે પણ જે હું મિથ્યા દોરાઈશ તે સંસાર સમુદ્ર શી રીતે તરી શકીશ ? આ આત્મા કામ ક્રોધાદિ શત્રુઓના વશ થશે, તે પશ્ચાત ચાર ગતિમાં પુનઃ પુનઃ ભટકશે હે જીવ તારે મોક્ષ સ્થાન પ્રાપ્ત
For Private And Personal Use Only