________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
સુણો યાદ રાખે કે આત્મા સારા નિમિત સંયોગે ધર્મ ધ્યાન માને છે. હાલના વખતમાં શુકલ ધ્યાનને વિરહ છે. તોપણુ ધર્મ ધ્યાન તો છે. સત્સંગ કરવો એ ધર્મ સાધન કરવામાં અત્યુત્તમ કારણ છે. જેની સંગતિથી આત્મા આર્તધ્યાન અને રૌદ્રધ્યાન વાળો થાય, તેની સંગતિ ત્યાગવી. જેવાં જેવાં નિમિત્ત મળે છે તેવો તે આત્મા થઈ જાય છે. શિલાને સૂર્યના કિરણોને સ્પર્શ થતાં ઉષ્ણુ થઈ જાય છે, અને રાત્રિએ શીત રૂતુમાં શીત પુદ્ગોને સંયોગ થતાં શિલા ઠંડી થઈ જાય છે. તેમ આ આત્માને વૈરાગીની સંમતિ થવાથી આત્મા વૈરાગી થવા પામે છે. અને આત્માને મિથ્યાત્વીની સંગતિ થતાં મિથ્યાત્વી પણ થઈ જાય છે. નિમિત્તે કારણે પણ અત્યંત બળવાન છે.
દુહા સત્સંગત જે પામીએ, પ્રગટે પુણ્ય પસાય; કારણે કારજ નીપજે, વાદળને જેમ વાય,
મોટા પુણ્યના યોગે સત્સમાગમ થાય છે. પુરૂષોનો સમાગમ થતાં આત્માના શુદ્ધ સ્વભાવનું જ્ઞાન થાય છે પશ્ચાત આત્મા જાણે છે કે અહે મેં આટલે કાળ અજ્ઞાન દશામાં ગુમાવ્યો, હું પર વસ્તુમાં સુખની શ્રાંતિ કરું છું. પણ પર વસ્તુ જે પુદ્ગલ તે મારું નથી. એ પુદગલ દસ્યની સંગતિ કરવી સારી નથી. સુવર્ણ, રૂપું, હીરા, મોતી, કર્મ એ સર્વ યુગલ દ્રવ્ય છે. તે આત્મદ્રવ્ય નથી. તે તે થકી ભિન્ન છે. આત્મા પુલ દ્રવ્યથી ભિન્ન છે. આત્મા અરૂપી છે અને પુગલ દ્રવ્ય રૂપી છે. તે રૂપી દ્રવ્ય સાથે અરૂપી જે આત્મા તેને સંગતિ કરવી ઘટતી નથી. પુદગલ અને આત્માની ભિન્ન જાતિ છે. અને એ પુદગલ દ્રવ્ય આત્માને શત્રુ સદશ છે. માટે શત્રુભૂત પુદ્ગલ દ્રવ્યની મિત્રાઈ, તેમાં મમતા ભાવ કયો સુજ્ઞ માણસ કરવા ધારે. એ પુદ્ગલદ્રવ્યની સાથે પ્રીતિ કરતાં દુઃખ પમાય એ નક્કી છે. કર્મરૂપ પુદ્ગલ દ્રવ્ય સંયોગે આત્મા પિતાનું ભાન ભૂલી ચોરાશી લાખ જીવનિમાં ભટકે છે. સુજ્ઞોએ યાદ રાખવું કે–સત્ સંગ અત્યંત હિતકારક છે. શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે જેણે શાંતિ સ્વરૂપે પ્રાપ્ત કરવું હોય, તેણે શુદ્ધ આલબન સેવવાં. શુદ્ધ આલંબન આદરે, તજી અવર જજાલ, તામસી વૃત્તિ સવિ પરહરી, ભજે સાત્વિકી શાલ, શાંતિ ૧ છે દુષ્ટ જન સંગતિ પરિહરી ભજે સુગુરૂ સંતાનરે જગ સામર્થ ચિત્ત ભાવથી, ધરે મુગતિ નિદાન, શાંતિ ૨ | ઇત્યાદિ વાક્ય સત્સંગમ કરવા પ્રેરણા
For Private And Personal Use Only