________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણાનુરાગ.
૨૮
બોલથી તે લોકોમાં નિંદક ગણાય છે. તેને ગની સાથે વૈર થાય છે. જ નામને પુરૂષ તો દોષી હતો અને વાટે જતાં કજીએ વહેરવાની પેઠે તે કલેશમાં ઉતરતાં રાગદ્વેષથી લેપાય છે અને તેનું અધઃપતન થાય છે. નિંદાના શબ્દો બોલવાથી જ સુધરતું પણ નથી, ઉલટ બગડે છે. સુધારવાની રીતિ તો એ છે કે હેની આગળ તેવા ગુણોનું વર્ણન કરવું. ખાનગીમાં હેને બોધ કર, બેધથી તેને આત્મા સુધરે છે. એવું જાણું સ્ત્રીઓએ અને પુરૂષોએ પારકી નિંદા કરવાની ટેવ વારવી. નિદક દેષોને બોલે તે પોતે પાપ કર્મથી બધાય છે અને પરને પણ પાપ કર્મમાં સાહાયી થાય છે.
કષાયાગ્નિના હેતુઓને ત્યાગ બતાવે છે. तं नियमा मुत्तव्यं, जत्तो उपज्जए कसायग्गी; तं वथ्थु धारिज्जा, जेणोवसमो कसायाणं. છે ??
ભાવાર્થ –જેથી કષાયરૂપ અગ્નિ ઉત્પન્ન થાય તેવું કાર્ય અવશ્ય ત્યાગવું જોઈએ, અને જેથી કષાયો દબાઈ જાય તેવું કરવું જોઈએ. ક્રોધ, ભાન, માયા, લોભ, ઈર્ષ્યા, અને કામ વગેરે કષાયોને ઉત્પાત થાય એવા હેતુઓને ત્યાગ કર જોઈએ. પિતાને કષાયે ઉત્પન્ન થાય અને પરછોને કષાયો ઉત્પન્ન કરાવે એવા નિંદા વગેરે દોષોને ત્યાગ કરવો જોઈએ, ગુણાનુરાગથી કષાયો ટળે છે. અર્થાત તેઓને પ્રશાશ્યપણે રૂપાંતર થાય છે. માટે જે જે હેતુથી કષાય ટળે તે તે હેતુઓ આદરવા જોઈએ. સમ. તાને આદરવાથી કષાયોને નાશ થાય છે. રાગમાં પણ નહિ પડવું તેમ દેષમાં પણ નહિ, આવી દશાને સમતા કહેવામાં આવે છે. આ દશા ઉચ્ચ. છે અને તેના પહેલાંની જુની દશા છે. ગુણાનુરાગથી નિંદા-ચાડી વગેરે અનેક દે નાશ પામે છે, તેથી કષાયો પણ મંદ પડે છે. જ્ઞાની પુરૂષો કહે છે કે ગુણાનુરાગ ધારણ કરવાથી કષાય કેવી રીતે શાંત થાય તે તમારા અનુભવમાં આવશે. કષાયાગ્નિને ક્ષમા જળથી શાંત કરો. પરના અવગુણ ન બોલવાથી પારને પણ પોતાના નિમિત્તથી કષાયરૂપ અગ્નિ ઉત્પન્ન થતું નથી. ગુણાનુરાગનું એ ફળ છે. કત, સર્વ પ્રયત્નથી નિંદા છેડી દેવાનું બતાવે છે. जइ इच्छइ गुरुपत्तं, तिहुयणमज्झमि अप्पणो नियमा ता सव्वपयत्तेणं, परदोसविवजणं कुणह.
For Private And Personal Use Only