________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૮
ગુણાનુરાગ.
વિધાન પોતાની વડાઈ અને પરની હલકાઈ કરવા અનેક પ્રકારના ડોળ કરે છે, પણ વિદ્વાન હોય અને ગુણાનુરાગી હોય તેજ દૂધમાં સાકર ભળવા બરાબર છે. ગુણાનુરાગી વિધાન દષ્ટિદોષમાં ફસાતો નથી તેથીજ તેવો વિદ્વાન વીતરાગના ગુણને ગ્રહણ કરી શકે છે. કારણ કે તેને “હારુ તે સારૂ લાગતું નથી, પણ સારૂ તે મહારૂ” એ ખરું લાગે છે. ગુણાનુરાગી વિદ્વાન, વીતરાગનાં વચનને સત્ય જાણી શકે છે અને તેને આદર કરી શકે છે. જૈનધર્મનાં અદ્દભુત રહસ્યને ગુણાનુરાગી વિદ્વાન સદહે છે. બહુ તપશ્ચર્યા કરનારાઓ પણુ ગુણનુરાગ વિના એક બીજાના ગુણ સાંખી શકતા નથી. ક્રોધાગ્નિમાં સંતપ્ત રહે છે, તપનું અઝરણુ ક્રોધ એ કહેવતની સિદ્ધિ ગુણાનુરાગ વિના થાય છે. જે ગુણાનુરાગ પ્રગટે છે તે તપશ્ચર્યાનું ફળ બેસે છે. ક્રોધની શાંતિ થાય છે. સગુણની રૂચિ ધારણ કરનાર, પોતે સુખી થાય છે. તપશ્ચર્યાની અનેક લબ્ધિ પ્રાપ્ત કર્યા છતાં પણ બીજાના ગુણ દેખવાથી કોઈને શ્રાપ આપી શકાતો નથી; ઉલટ ગુણનુરાગથી તપશ્ચર્યા ગુણ ખીલે છે.
ગુણાનુરાગ વિના દાનથી પણ અન્ય સદ્ગણે પ્રાપ્ત થતા નથી. ગુણનુરાગી દાનેશ્વરી લઘુતાને ધારણ કરે છે, ઈર્ષ્યા આદિ દેને તે નાશ કરી શકે છે, જગતમાં દાનને આપતો છતો પણ દાની મનમાં મલકાતે નથી. ગુણાનુરાગથી દાન ગુણું પ્રતિદિન વૃદ્ધિ પામે છે. માટે ગુણાનુરાગની અત્યંત આવશ્યકતા છે. કર્તા ગુણાનુરાગ વિના ધમ કરણીની નિષ્ફળતા જણાવે છે.
जइवि चरास तव विउलं, पढसि सुयंकरिसि विविहकहाई; न धरसि गुणानुराय, परेसु ता निफ्फलं सयलं ॥५॥
ભાવાર્થ-જે કે તું ભારે ઉગ્રતપ કરે અને શા ભણે તથા અનેક પ્રકારનાં કષ્ટ સહન કરે, પણ તેથી તું અનેક સગુણથી ઉચ્ચ થવાનો નથી, કારણ કે તે ગુણાનુરાગ ધારણ કરતો નથી. પરના ઉપર ગુણનુ. રાગ વિના તપ, વિદ્યા અને ધર્મકષ્ટ પણ કંઈ ફળ આપતાં નથી. ગુણનુરાગ વિના અન્યની ત૫ શક્તિપર ઈર્ષ્યા આવે છે, તેમજ અન્ય પુરૂષોએ શ્રુતજ્ઞાન મેળવ્યું હોય છે પણ તે પર રાગ થતો નથી, તેથી શ્રુતજ્ઞાનરૂપ ગુણ આત્મામાં પ્રગટ થતો નથી. વિવિધ પ્રકારનાં કષ્ટ પણ ગુણાનુરાગ વિના કર્મને નાશ કરી શકતાં નથી. જ્યારે વસિષ્ઠ ઋષિપર વિશ્વામિત્રનો ગુણાનુરાગ પ્રગટે ત્યારે વસિષ્ઠના સર્વ ગુણે વિશ્વામિત્ર દેખી
For Private And Personal Use Only