________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણુનુરાગ.
૨૭૮
શકયા. એક તરફ ગુણાનુરાગ અને બીજી તરફ બાહ્યતપ બન્નેને તોલવામાં આવે તો બાહ્યતપ ગુણાનુરાગને પહોંચી શકે નહિ; માટે ગુણાનુરાગ ધારણ કરવો એજ હિતશિક્ષા છે.
ગુણાનુરાગ વિના અધઃપતન થાય છે. सोऊण गुणुक्करिसं, अन्नस्स करेसि मच्छरं जइवि; ता नूणं संसारे, पराहवं सहसि सव्वत्थ. ॥ ६ ॥
ભાવાર્થ–પરના ગુણનો ઉર્ષ શ્રવણ કરીને જે તું ઈર્ષા ધારણ કરીશ તે તું સર્વત્ર પરાજય પામીશ. પરના ગુણે સાંભળી શા માટે અદે. ખાઈ કરવી જોઈએ; અદેખાઈ કરવાથી તે ઉલટા આત્મામાં તેવા ગુણે પ્રગટી શકતા નથી. કેરાએ પાંડની અદેખાઈ કરવામાં કાંઈ બાકી રાખી નથી, પણ તેમના જેવા ગુણે તે પ્રાપ્ત કરી શકયા નહિ. તેમજ શ્રીપાલ રાજાની અદેખાઈ પણ ધવલ શેઠે ઘણું કરી, તેથી ધવલ કંઈ સુખી થયા નહિ, પણ ઉલટો મૃત્યુ પામ્યા. મહાત્માઓના ગુણની અદેખાઈ કરી કોણુ પુરૂષો સુખી થાય છે અને થવાના છે; ઈર્ષાળુ પુરૂષ સદાકાળ પારકાના ગુણો દેખી ચિત્તમાં બળ્યા કરે છે, તેને સુબે ઉંઘ આવતી નથી. ઈર્ષાળુ મનુષ્ય કદી ઉચ્ચ ગુણોન ધારક બનતો નથી, ઉલટો તે દુર્ગણોને ધારણ કરનાર બને છે. જ્ઞાની પુરૂષો એમ કહે છે કે પરના ગુણ સાંભળી ખુશ થાઓ, પરમાં અણુ જેટલો ગુણ હોય તેને પર્વત સમાન ગણીને તેની સ્તુતિ કરો એજ આ જગતની અંદર ઉચ્ચ થવાનું પગથિયું છે. મત્સરી પુરૂષ અધ્યાત્મ માર્ગ સમુખ થઈ શકતું નથી, કારણ તે બાહ્યદષ્ટિથી દેખી શકે છે, અંતર દષ્ટિથી દેખતાં ઈર્શાદેષ રહેતો નથી, કારણ કે અંતરાત્મા પિતાના આત્મા સમાન અને આત્માને ગણે છે. અંતરાત્મા, દેષ અને ગુણોને યથાર્થ નિર્ણય કરી શકે છે, તેથી તે દોષમાં સપડાતો નથી; માટે ઈષ્ય દોષ નાશ કરવા પ્રયત્ન કરવો જોઈએ. ખરેખર ઈષ્યદોષથી છ કષ્ટ પામ્યા, પામે છે અને પામશે. ઈષ્યદોષના સદ્ભાવથી જીવો, ભૂતકાળે પરાજય પામ્યા, સાંપ્રતકાળમાં પામે છે અને ભવિષ્યમાં પામશે.
ગુણજનને લેશ માત્ર પણ દોષ જે નહિ. गुणवंताण नराणं, ईसाभर तिमिर पूरिओ भणसि; जइ कहवि दोसलेसं, ता भमसि भवे अपारंमि. ॥७॥
For Private And Personal Use Only