________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણાનુરાગ.
૨૭૭
ભાવાર્થ-જેઓને હમેશાં અકૃત્રિમ ગુણાનુરાગ રહે છે, તેઓને ધન્ય છે. જેઓ પુણ્યવંત છે, તેઓને મારા સદા પ્રણમ હેજે. ગુણાનુરાગ કરવાથી ધન્યવાદ પ્રાપ્ત થાય છે. અકૃત્રિમ અનુરાગ કર ઘટે છે. ઉપર ઉપરથી સ્વાર્થ વા કપટબુદ્ધિથી કેટલાક ગુણાનુરાગને ડોળ ધારણ કરે છે, અને સ્વાર્થ સરે છે, એટલે અપવાદ બલવા મંડી જાય છે. કેટલાક પુરૂષો કોઈ પણ પ્રકારની સ્વાર્થબુદ્ધિ વિના માર્ગાનુસારીપણુથી ગુણોને રાગ ધારે છે, તેવા પુરૂષોને ધન્યવાદ ઘટે છે. જે પુરૂષો શત્રુ થઈને માર માર કસ્તા આવેલા પુરૂષોના પણ છતા ગુણનો રાગ ધારે છે, પ્રાણુતે શત્રુના પણ અવગુણ બોલતા નથી, તેઓને સદાકાળ નમસ્કાર થાઓ. જેની સાથે પ્રેમ હોય તેના ગુણને તો રાગ થાય, પણ જેના ઉપર પ્રેમ ન હોય અને પ્રતિપક્ષી હોય, તેના ગુણેને રાગ થવો એ કાંઈ સામાન્ય વાત નથી. કેઈ પિતાની નિંદા કરવા મડી જાય છે, ત્યારે આપણે તેના દેષો પ્રકાશીએ છીએ, ચીડાઈએ છીએ, તેનું બુરું કરવા બાકી રાખતા નથી, તેના ગુણે પણ અવગુણુ રૂપે ભાસે છે, એમ વિચાર કરતાં સમજાશે. આ ઉપરથી કહેવાનું કે અવગુણમાં પણ કોઈ ગુણ હોય વા શત્રમાં પણ કોઈ ગુણ હોય તે તેને રાગ કરે તે કંઈ સામાન્ય ગુણ કહેવાય નહીં, સદાકાળ ગુણાનુરાગ એક સરખો ધારણ કરવો જોઈએ. વિશેષ શું? ગુણાનુરાગમાં સર્વ સમાય છે તે જણાવે છે. બહુ ભણવા વગેરેથી શું? ફક્ત એક ગુણનુરાગ
ધારણ કરવા ચોગ્ય છે.
માથા, कि बहुणा भणिएणं, किंवा तविएण किंवा दाणेणं; इकं गुणानुराय, सिक्खह सुख्खाण कुलभवणं.
ભાવાર્થઘણું ભણવાથી, ઉગ્ર તપ કરવાથી કે અતિ દાન દેવાથી કંઈ વળવાનું નથી; સર્વ સુખોનું સ્થાન એવા ગુણનુરાગને શીખે, અર્થાત ગુણાનુરાગ ધારણ કરવાની ટેવ પાડે, અનેક વિદ્યાનો અભ્યાસ કર્યો હોય તેપણું અભિમાન-નિંદાદિક દેષો જતા નથી. વાવાર વિદ્યાને જે ભૂત્ ઈત્યાદિ દેશોનો નાશ ગુણાનુરાગ વિના થતો નથી. વિદ્ધાને પરસ્પર એક બીજાની વિદ્વત્તાનું ખંડન કરે છે. કોઈ વિદ્વાન પ્રેફેસર થઈને પણ જ્યાં ત્યાં દેશે ગ્રહણ કરવા પ્રયત્ન કરે છે, ગુણાનુરાગ વિનાને
For Private And Personal Use Only