________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७०
વચનામૃત.
ક્રોધના આવેશમાં આવી ગમે તેમ બેલી વિરાધ વધારે નહિ; એજ નિરપાધિ પદ પ્રાપ્ત કરનારા સાધકનું કર્તવ્ય છે.
તકાળના અથવા થોડા વખતના સ્નેહિ મનુષ્યોને પૂર્ણ ભરોસો રાખ નહિ, પણ તેની સ્નેહિ કે સ્વાર્થ બુદ્ધિની કોઈ યુક્તિ પ્રયુક્તિથી પરિક્ષા કરી લેવી અને પછી શુદ્ધ પ્રેમ જણાય તો ઉત્તરોત્તર ઘટીત ક્રમથી સ્નેહમાં તથા વિશ્વાસમાં વધારો કરે અને તેના શુદ્ધ સ્નેહને ઉપકાર કરવા લક્ષ દેવું.
સ્ત્રીઓના ચરિત્ર અગમ્ય છે, માટે સ્ત્રીઓના સંબંધથી ચેતી ચાલવું.
પુરૂષે પરસ્ત્રી સાથે પ્રેમ બાંધવો નહિ. પરસ્ત્રીના પાસમાં પડેલા બીચારા છ સર્વ અધોગતિ ભાફ થયા છે, થાય છે અને થશે. જેમ કુકડાના બચ્ચાઓને બીલાડીથી ભય રહે છે, તેમ બ્રહ્મચારીને સ્ત્રીના શરીરથી ભય રહે છે.
બ્રહ્મચર્યરૂપ કલ્પવૃક્ષની સાચવણી નવ વાડ વિના થતી નથી. બ્રહ્મચારી પુરૂષે નવ વાડ અવશ્ય જાળવવી.
આશા એજ જગતમાં સર્વ દુઃખનું મૂળ કારણ છે, આશારૂપ પાસમાં સપડાતા જીવો મૃગની માફક દુઃખી થાય છે.
જેને આશારૂપ પિશાચિની વળગી, તેને સુખ શાંતિ મળતી નથી.
પ્રવૃત્તિ તેજ દુઃખનું મૂળ છે, જ્યાં જ્યાં જેટલી પ્રવૃત્તિ તેટલી જ ત્યાં અસ્થિરતા જાણવી.
નિવૃત્તિ માર્ગમાં ધર્મ સમાયેલો છે. પરદૂષણ જેવામાં જેટલી મતિ તેટલોજ પરાભવ જાણુ. પરભાવમાં દુખ છે, અને સ્વભાવ રમણતામાં સુખ છે.
સમયે સમયે જે વિચારીને વાણી વદે છે, તેને ઉપાધિને પ્રસંગ આવતો નથી.
પંચમ કાળમાં કૃષ્ણ પક્ષિયા ની બહુલતા છે, તેથી ધર્મની આરાધના વિરલા છો કરી શકે છે.
વ્યવહારમાં વર્ત નિશ્ચય દષ્ટિ હૃદયમાં ધારણ કરવી.
આહાર તે ઉદગાર, આ કહેવત ભુલવા યોગ નથી. ન્યાયવૃત્તિથી ઉપાર્જન કરેલા ધનથી જે આહાર ગ્રહણ કરવામાં આવે છે, તે સદ્દબુદ્ધિને દાયક બને છે.
For Private And Personal Use Only