________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૬૮
www
અને સ્પર્શયુક્ત ફિલિક સ્કંધ આત્માસંખ્ય પ્રદેશોની સાથે લાગે છે, તેને પાપતત્વ કહે છે. શુભાશુભ કર્મ જે દ્વારા આવે છે તેને આશ્રવ તત્વ કહે છે. શુભાશુભ કર્મ જે દ્વારા રોકાય છે તેને સંવર તત્વ કહે છે. પૂર્વોપાર્જિત કર્મનું બાહ્ય અત્યંતર તપશ્ચરણથી નિર્જરવું તેને નિર્જરા તત્વ કહે છે. ચાર પ્ર. કારે કર્મનું આત્માની સાથે બંધાવવું તેને બંધત્વ કહે છે. હવે તે બંધાએલ કર્મનું આત્માથી દૂર થવું તેને મોક્ષ તત્ત્વ કહે છે. આ નવ તત્વની બહિરું કોઈ પણ વસ્તુ હવે રહેતી નથી એમ અનુભવથી માલુમ પડે છે. જેણે આ નવ તત્વનું સ્વરૂપ સમ્યક પ્રકારે જાણ્યું, તેણે સર્વ જાણ્યું. કારણ કે નવ તત્વના સમ્યક બધથી કોઈ જાણવાનું અવશેષ રહેતું નથી. ચેપાનીયાં, અને માસિક આદિ સર્વનું સાર સમજે તે નવ તત્ત્વમાં છે, નક્કી સમજે કે, જ્યાં નવ તત્ત્વનું સમ્યફ વિવેચન કરવામાં આવ્યું છે તે જ સત્યશાસ્ત્ર સમજવું. નવ તત્ત્વને વિસ્તાર સૂત્રોમાં વિશેષથી કરવામાં આવ્યો છે. આત્માર્થી ભવ્ય જીવોએ નવતત્ત્વનું સ્વરૂપ ગુરૂગમહારા સમજવું જોઇએ; નવ તત્વમાં સંવર તત્વને આદર વિશેષથી કરો. આ શ્રવને ત્યાગ કરવો, વ્યવહારથી પુણ્ય તત્ત્વ આદરવા લાયક છે, પાપ તત્તવને ત્યાગ કરવો યોગ છે. જિનેશ્વર કથિત સ્યાદાદશાસ્ત્રજ બોધ હેતુ છે. સારમાં સાર જગતમાં જીનેશ્વર કથિત ધર્મનું સાધન જાણવું, વીતરાગ ભગવતની આજ્ઞા ઉપાદેય છે. જીનેશ્વર ભગવાનની આજ્ઞામાં ધર્મ છે, માટે વીતરાગ કથીત વ્યહવાર માર્ગ પ્રમાણે વર્તન કરી, નિશ્ચય દૃષ્ટિ હદયમાં ધારણ કરવી. મનુષ્ય જન્મ પામી હે ચેતન ! તું સમજે તો સમજ કે, ધર્મજ આદરવા લાયક છે. ધર્મથીજ સત્ય સુખની પ્રાપ્તિ થાય છે. માટે સંવર રૂપ ધર્મમાં લક્ષ રાખવું.
मननीय विचारो. સજનને ઓળખીને તેની સંગતિ કરવી. દુર્જનને ઓળખી તેને ૫ડછાયો પણ લે નહિ.
સ્નેહી પણ ઓછા કરવા, અને ઘણું કરવા હોય તે પણ સજજનનેજ કરવા.
ગમે તેવી લાલચ મળતી હોય તોપણ દુર્જનને સંગ કરે નહિ. આપણે ખાસ જે જે કાર્ય કરવાનાં છે, તેમાં પ્રમાદ કરવો નહિ.
સહજ વાત કરતાં અથવા કારણસર ક્રોધને જુસ્સો આવે, તોપણ તેને સમાધાન પ્રમાણે રાકો અને તેજ ક્રોધના જુસ્સાને અંતરમાંજ દાબી દે.
For Private And Personal Use Only