________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
અધ્યાત્મ જ્ઞાનવડે શુદ્ધપયોગમાં રમે છે, જેઓ આત્માની પરમાત્મ સત્તાને પ્રગટ કરવા ક્ષણે ક્ષણે ઉપયોગમાં રહે છે, તેવા મનુષ્યો આ મનુષ્યભવરૂપ પારસમણિની કિંમત અનંત ગણી આંકે છે. - આ ઉપનયથી સમજવું કે આ દેહની અનંત ગણ કિંમત છે જેનામાં જેટલી બુદ્ધિ છે તેટલી તેની કિંમત આંકી તે વડે સ્વબુદ્ધિ પ્રમાણે કાર્યો કરે છે. ખરેખર પરમાત્મપદની પ્રાપ્તિ માટે મળેલા મનુષ્ય ભવને મૂઢ પુરૂષ હારી જાય છે. જેની અંતર ચક્ષુ ખીલી છે એવા જ્ઞાની પુરૂષ, મનુષ્ય ભવની અનંત ગણી કિંમત આંકી પરમાત્મપદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. આ દૃષ્ટાંતથી હદય સાધ્ય વસ્તુને વિવેક પ્રગટાવી આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરો. જ્ઞાન, દર્શન, ચરિત્ર, અનંત સુખ અને અનંત વિર્ય ગુણમય આત્મા છે; તે ગુણે પ્રગટ કરવા માટે જ મનુષ્ય દેહ રૂ૫ પારસમણિને ઉપયોગ કરવો. એ પ્રમાણે જેઓએ ઉપયોગ કર્યો છે તેઓ સિદ્ધબુદ્ધ પરમાત્મા થયા અને થશે, ભવ્ય જીવોએ પણ તે પ્રમાણે સાધ્યની સિદ્ધિ માટે પ્રયત્ન કરી અનંત સુખની પ્રાપ્તિ કરવી એજ મનુષ્યભવરૂપ રનના દષ્ટાંતની સફલતા જાણવી. જૈન ધર્મના ઉદ્ધાર માટે મનુષ્ય દેહ વડે પ્રયત્ન કરવો જોઈએ. જેને ઉદય કરવા આત્મભોગ આપવો જોઈએ. વારંવાર મનુષ્ય જન્મ પ્રાપ્ત થનાર નથી, માટે ઉપર્યુક્ત દષ્ટાન્તનું મનન કરી ધર્મમાં લક્ષ્ય ધારવું. 9 ઉન્સિ
धर्मर्नु संक्षिप रहस्य.
शास्त्रं बोधाय दानाय धनं धर्माय जीवितम् । वपुः परोपकाराय धारयति मनीषिणः॥
અર્થ-જ્ઞાની મનુષ્ય શાસ્ત્ર, બેધને અર્થે ધારણ કરે છે અને બુદ્ધિશાળી પુરૂષે ધન દાનાર્થે ધારણ કરે છે અને શરીર પરોપકાર માટે ધારણું કરે છે. દુનિયામાં શાસ્ત્ર અનેક પ્રકારનાં છે. વળી અનેક પ્રકારની ભાષાઆથી શાસ્ત્ર રચાયાં છે, વળી પ્રત્યેક શાસ્ત્ર પિતપતાનાં વિષયોને પ્રતિપાદન કરે છે, દુનિયાના પદાર્થોના વર્ણન અર્થે પણ અનેક શાસ્ત્ર રચાયાં છે, તે સર્વ શાસ્ત્ર વાંચતાં વાંચતાં આયુષ્ય પણ પૂર્ણ થઈ જાય, તોપણ જગતના શાસ્ત્રોને પાર આવે નહિ, ત્યારે અનેક ભાષાનાં અનેક શાસ્ત્રોમાંથી પ્રથમ
For Private And Personal Use Only