________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
કોનું વાંચન કરવું જોઈએ. વળી દુનીઆમાં અનેક પ્રકારની જાહેર ખબર આપનાર માસિક પત્ર તથા સપ્તાહિક પત્ર, તથા પ્રતિદિન નિકળતાં પત્રો પ્રગટ થતાં દેખાય છે. વળી ધર્મતત્ત્વની પણ વ્યાખ્યા કરનાર અનેક શાસ્ત્ર મોજુદ છે અને દરેક ધર્મના પ્રવર્તક પણ પિતાના ધર્મનો ફેલાવે કરવા માટે કમર કશી તન મન ધનથી પ્રયત્ન કરે છે. સપનાં જ જીદ એ કહેવતને અનુસરી સર્વ પિતતાના ધર્મ ગ્રંથોનું જ એકાંત પ્રતિપાદન કરે છે. ધર્મ પણ દુનિયામાં અનેક છે. ત્યારે કયો ધર્મ સત્ય અને કે અસત્ય, તેને નિર્ણય કરવા પણું બહુ પ્રયત્ન કરવો જોઈએ. પણ વિચારે કે
ડું જીવન છે, બુદ્ધિ અલ્પ છે, સર્વ શાસ્ત્ર વાંચી શકાય તેમ નથી, ત્યારે હવે કેમ કરવું જોઈએ? ત્યારે આવી ગંભીર શંકારૂપ અજ્ઞાનને દૂર કરનાર શ્રી સર્વજ્ઞ મહાવીર સ્વામી કહે છે કે સર્વ જગતના પદાર્થો નવતત્વમાં સમાઈ જાય છે. નવતત્ત્વની બહિર કોઈ વસ્તુ નથી. જો એ નવતત્વનું જ્ઞાન કરવામાં આવે તો સર્વ દુનિયાના શાસ્ત્રનો અંતરભાવ તેમાં થયો એમ જણાયા વિના રહેશે નહિ. સર્વ પગ હસ્તિના પગમાં સમાય છે, તેમ સર્વ દુનિયાને સારાંશ નવતમાં સમાય છે. નવતત્વનું જેટલું વર્ણન કરીએ તેટલું ન્યૂન છે. ત્યારે મનમાં વિચાર થશે કે આપનું વચન પ્રમાણ છે. નવતત્વના કથન કરનાર શ્રી વીરપ્રભુ આત્મ હતા. તેમાં શું પ્રમાણુ? તેના પ્રત્યુત્તરમાં કહે છે કે શ્રી વિરપ્રભુએ સમસ્ત રાગદેષનો જય કર્યો છે, તેથી તે વીતરાગ કહેવાય છે. વળી તેઓ કેવળજ્ઞાન ધારી હતા, તેથી સર્વ વસ્તુઓના સ્વરૂ૫ને સારી રીતે જાણતા હતા. હવે સમજવાનું કે જે સર્વજ્ઞ હોય, તથા વીતરાગ હોય તે તત્ત્વનું સ્વરૂપ જેવું હોય તેવું કહે, એ પ્રમાણુ સિદ્ધ છે. હવે વિચારે કે જગતના દશ્ય અને અદશ્ય પદાર્થોનું સ્વરૂપ પણ જે પતાની જ્ઞાન દષ્ટિથી જાણું રહ્યા છે, તેમની કેવી અદ્ભુત શક્તિ? વળી સર્વ પદાર્થોનું સ્વરૂપ પિતાની વાણુ વડે ભવ્ય જીવોને જ્ઞાનાર્થે પ્રકાણ્યું, તેથી તેમને કેટલે ઉપકાર? હવે આગળ વિચારતાં જિજ્ઞાસા થશે કે નવતત્વ કયાં તે તેને સંક્ષેપમાં બતાવવા ગાથા કહે છે -
जीवाजीवापुण्णं पावासवसंवरोय निजरणा ॥ बंधोमुख्खोय तहा नवतत्ताडंति नायव्वा ॥१॥
અર્થ–જીવત, બીજું અજીવ તત્ત્વ, ત્રીજું પુણ્ય તત્ત્વ, ચોથું પાપ તત્વ, પાંચમું આશ્રવ તત્વ, છઠું સંવર તત્ત્વ, સાતમું નિર્જરા તત્ત્વ, આઠમું બધતવ અને નવમું મોક્ષ તત્વ. આ નવ તત્ત્વના સ્વરૂપને સમ્યક પ્રકારે જાણવું
For Private And Personal Use Only