________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૬૫
જેઓ ક્રોધ, માન, માયા અને લોભને નાશ કરવા પ્રયત્ન કરી તેની મન્દતા કરે છે, જેઓ બાર વ્રતને ધારે છે, જેઓ દેવ, ગુરૂ અને ધર્મની આરાધના કરે છે, જેઓ સંસારમાં રહ્યા છતાં પણ જળકમળની પેઠે નિર્લેપ રહે છે, જેઓ પાઠશાળાઓ અને જૈન ગુરૂકુળ સ્થાપે છે, જેઓ સંસારને બંધન તુલ્ય ગણે છે, જેઓ યથાશક્તિ ધર્મ કરે છે, જેઓ પાપ કાર્યોને દેશથી ત્યાગ કરે છે, જે વીતરાગનાં શાસ્ત્ર સાંભળી આત્માની ઉન્નતિ કરવા પ્રયત્ન કરે છે, જેઓ દાન, શીયલ, તપ અને ભાવનાનું યથાશક્તિ સેવન કરે છે, જેઓ ધર્મની સર્વ ક્રિયાઓ સમજીને કરે છે, જેઓને સાંસારિક સુખ છે તે વિષના સરખું લાગે છે, જેઓ અન્ય જીવોના આત્માને પિતાના જેવા ગણું દુઃખ દેવા પ્રયત્ન કરતા નથી, જેઓ શ્રદ્ધા, વિવેક અને ક્રિયામાં સ્થિર હોય છે, જેઓ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી યાગજ્ઞાન વડે આત્માની ઉન્નતિ કરવા દઢ સંકલ્પ કરે છે, જેઓ જગતનો ઉદ્ધાર કરવા સંસાર સુખને ત્યાગ કરવા ઇચ્છી ધારણ કરે છે, જેઓ ગંભીરતા, વિનય, વિવેક, પ્રેમ અને ભ્રાતૃભાવ આદિ સગુણેને ધારણ કરે છે તેવા મનુષ્યો, ભવરૂપ રનની કિંમત અબજ રૂપિયા જેટલી આંકે છે એમ સમજી લેવું.
જેઓ પરમાત્મપદ પ્રાપ્ત કરવાને અને પરમાત્માનાં દર્શન કરવાને સંસારનો ત્યાગ કરે છે, જેઓ એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય પર્યત સર્વ જીવોને પિતાના આત્મા સમાન લેખી સર્વની દયા પાળવી આદિ પંચ મહાવ્રતને ધારણ કરે છે, જેઓ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરે છે, જે જગતને ઉદ્ધાર કરવા ધર્મના વિચારે ધારે છે, જેઓ મન, વાણી અને કાયાથી અન્યનું ભલું કરવા પ્રયત્ન કરે છે, જેઓ આર્તધ્યાન અને હૈદ્રધ્યાનો ત્યાગ કરે છે, જેઓ સત્ય ધર્મને ઉપદેશ આપે છે, જેઓએ સાંસારિક સુખને ત્યાગ કર્યો છે, જેઓ યમ, નિયમ, આસન, પ્રાણયામ, પ્રત્યાહાર, ધારણું, ધ્યાન અને સમાધિને સેવે છે, જેઓ રાગ દ્વેષને સંપૂર્ણ ત્યાગ કરવા પ્રયત્ન કરે છે, જેઓ અહં મમત્વભાવને ત્યાગ કરે છે, જેઓ સચ્ચિદાનંદ સ્વરૂ૫મય પિતાના આત્માને જાણે છે, જેઓ કોઇનું પણ બુરૂ ઈચછતા નથી, જેઓ આત્મદેશને પોતાને માની માયારૂપ દેશને પર માની તેને ત્યાગ કરવા પ્રયત્ન કરે છે, જેઓ મોહ, માયા, કામ અને અજ્ઞાન આદિ ગુણેને નાશ કરવા સદાકાળ જ્ઞાન ધ્યાનમાં રમતા કરે છે, જેઓએ કનક, કાન્તા અને ઘર વગેરેને અનન્ત સુખ માટે ત્યાગ કર્યો છે, જેઓએ અનન્ત સુખ પ્રાપ્ત કરવા માટે સર્વેની મમતા ત્યજી છે, જેઓ અપ્રમાદ દશામાં રહે છે, જેઓ ઉપરના ગુણસ્થાન કે આત્મશકિતથી ચડ્યા કરે છે, જેઓ
For Private And Personal Use Only