________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૪
વચનામૃત.
ઇત્યાદિ જે કુવિચારો અને કુઆચારને ધારણ કરે છે તે મનુષ્ય, ભવરૂપ રનની સે રૂપિયા જેટલી કિંમત આંકે છે.
મનુષ્ય, સ્વાર્થના માટે કુધર્મનું સેવન કરે છે અને મહારા.હારાપણુની બુદ્ધિ ધારણ કરી આ ભારે દેશ અને આ પારકે દેશ એવી કલ્પના કરે છે, પિતાના સુખને માટે ગુરૂઓ, અને રાજા વગેરેને પણ તિરસ્કાર કરે છે, જેઓ જેમાં જન્મ્યા તેને જ પિતાને દેશ માની પિતાને આત્મારૂપ જે સ્વદેશ છે તેનું જ્ઞાન કરતા નથી, જેઓ ધન, દેશ, અને પુત્રાદિકની ઉન્નતિને જ ખરી ઉન્નતિ માને છે, જેઓ રાગ અને દ્વેષમાં ફસાઈ જઈ જ્યાં ત્યાં લડાઈ કરે છે, જેઓ ખરા દેવ અને ખોટા દેવને જાણી શકતા નથી, જેઓ તન, મન, અને ધનથી વૈષયિક સુખ ભોગવવા પ્રયત્ન કરે છે, જેઓ પર પ્રાણીનાં દુઃખ દેખી દયા લાવતા નથી, જેઓ ધર્મ કરે છે પણ તેમાં કાંઈ પણ સમજતા નથી, જેઓ ધર્મની ક્રિયા સંસારના સુખ માટે કરે છે, જેઓ દષ્ટિ રાગથી પિતાના ધર્મને જ સત્ય માની ખરે ધર્મ સમજવા પ્રયત્ન કરતા નથી, જેઓ ખરા ધર્મને અસત્ય માને છે અને કુદેવ, કુગુરૂ, અને કુધર્મની ભક્તિ કરે છે, નીતિને આચાર પાળે છે–તોપણ દુનિયાની કીર્તિને માટે અને દુનિયાના ઈષ્ટ પદાર્થો માટે ધર્મ સેવે છે, જપ, તપ, અને ભક્તિ પ્રમુખ કરે છે પણ જેઓ એ સંજ્ઞાથી કરે છે, અજ્ઞાન કષ્ટ ત૫ કરે છે, મિથ્યાત્વ ધર્મની ક્રિયાઓ કરે છે, ધર્મને બહાને થોડી ઘણુ લક્ષ્મી ખરચે છે જેમાં થોડું સત્ય રહેલું છે અને ઘણું અસત્ય રહેલું છે એવા શાસ્ત્ર જેઓ વાંચે છે, અને ધારે છે, તેવા મનુષ્યો, ભવરૂપ રત્નની કિંમત -કંઇક ધર્મના લીધે-લાખ રૂપૈયાની આકે છે.
જેઓ અરિહંત દેવને દેવ તરીકે જાણે છે, જિનાજ્ઞાપાલક પંચ મહાવ્રતધારક ગુરૂને ગુરૂ તરીકે માને છે, વીતરાગના કહેલા ધર્મને ધર્મ તરીકે માને છે, જેઓ નવ તત્ત્વને જાણી તેની શ્રદ્ધા કરે છે, જેઓ નરક, સ્વર્ગ, પુણ્ય, પાપ, જીવ, અજીવ, મોક્ષ, પરમાત્મા અને કર્મ આદિની શ્રદ્ધાને સમજીને ધારે છે, જેઓ ખરાને ખરું જાણે છે પણ કર્મના ઉદયથી તે પ્રમાણે વત શકતા નથી, જેઓ દેવ ગુરૂ અને ધર્મની ભક્તિ કરે છે, જેઓ ધર્મ કર નારાઓને સહાય આપે છે, જેઓ મોક્ષમાં જવાની ઇચ્છા ધારણ કરે છે, જેઓ સાંસારિક સુખને દુઃખરૂપે જાણે છે, જેઓના રાગદેષ ભ% પડયા છે, જેઓને અધ્યાત્મ સુખ ઉપર પ્રેમ લાગ્યો છે, જેઓ અપેક્ષાથી પ્રભુનાં વચનો સમજી શકે છે, જેઓ પોતાના આત્માને તારવા માટે વૈરાગ્ય ધારણ કરે છે, જેઓના હૃદયમાં દયા છે તેઓ મનુષ્યભવરૂપ રત્નની કરોડ રૂપિયા જેટલી કિંમત આંકી દે છે એમ અત્ર સામાન્યપણે સમજવું.
For Private And Personal Use Only