________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૬૧
વિચ્છેદી નાંખનાર આલ્મેટ જોસબંધ ઉપડી; પૃથ્વીના ટાપુઓ જણાતા બંધ થયા. જળ અને આકાશના છેડાઓ ચારે તરફ સંપુટ જેવા જણાવા લાગ્યા. પશુ પક્ષીઓના સંચાર જાણે કઈ દિશાએ ચાલ્યા ગયા. જોતજોતામાં પાતાળ ભેદી જળમાર્ગે થઇ નિકળતા શ્વેત ભરના ગિરિ હાય એવા અમે રિકાના ભવનેાની શ્વેતપ્રાકાર શ્રેણિ જણાવા લાગી. સ્ટીમર જઇ પહોંચી. ઉતારૂઓ ઉતરી પડ્યા, જોર્ડ આપણા યુરાપિયન વ્યાપારી પણ ઉતર્યાં. યોગ્ય સાધનપૂર્વક સ્વમિત્રને ત્યાં જઇ પહોંચ્યા. જતાં પહેલાં તાર પણુ આપી દીધા હતા અને મિત્રે પણ ધટતી રીતે મેળાપીને માન આપી સત્કાર કરી લીધા. પરસ્પર કુશળ સમાચાર પૂછ્યા. બાદ યુરીપીયને પોતાના આ વવાની વાત દર્શાવી રત્ન દર્શાવ્યું. અમેરીકને વિલેાકયું અને કંઇ ઓર પ્રકારની નજર તેને બેસી ગઇ. હૃદયમાં સંકલ્પ કરી દીધા કે આ રત્નની પ્રથમ ઓળખાણ આપવી ઘટતી નથી પણ તેના ખરીદ્યા પછી ખીજી વાત! ! ! તેણે કહ્યું મારા માનવંતા સાહેબ!!! જો કે આ રત્નની કિંમત કરાવવા તદુપરાંત ધ્યાન પહેાંચે તા વિક્રય કરવાને આપ સાહેબ પધાર્યા છે પણ આની કીંમત આપતાં હું બહુજ અચકાઉં છું. મારી હીં ખાતાની અમે. રીકામાં રહેલી પેઢી, તેના વ્યાપાર, સ્થાવર તથા જંગમ મીલકત, જેની કિંમત દસ અબજ કરતાં અધિક થાય છે તે સર્વે તમને આપી ફક્ત મારાં છોકરાં ખરાં મારા પિતા એટલાં માણસાને તથા મને ર્જિને સર્વ મિલકત આ રત્ન બદલ આપું છું તે કૃપા કરીને સ્વીકારશે। અને મિત્રતા ખાતર આ રત્ન મને આપશેા તા હું આપને મેટા ઉપકાર માનીશ. યુરાપીયને ખુશી થઇ તેને વેચી તમામ મીલકત પોતાને સ્વાધીન કરી લીધી.
જ્યારે એક તરફથી અમેરીકન વ્યાપારી પેાતાની જીન્દગાનીની તમામ મીલકત ગુમાવી ખેા ત્યારે આખા દેશમાં એકે અવાજે હાહાકાર થઇ ગયા અને પરસ્પર લોકો કહેવા લાગ્યા કે ગજબ થઇ ગયા ! અરે! ફૂલાણાનું મગજ એકદમ ફરી ગયું, ગાંડા થઇ ગયા છે કે શું? એ રત્નમાં શું ભાળ્યું કે તેણે બાપદાદાની મીલકતપર પણ પાણી ફેરવી દીધું. એના પિતા પરદેશ ખાતે ગયા છે. શકરાએ એકલાએ આ સાહસ કર્યું છે. તેએ આવશે ત્યારે છેકરાને ખુબ ઉપાલંભ આપશે એમ જણાય છે અને તે વખતે તે કહેશે શું?
આ પ્રમાણે જ્યારે વાતચીત થાય છે ત્યાં તેના પિતા પણ આવી પહોંચ્યા. આવતાં પહેલાં તા જનાપવાદે તે ડાસાના કણ પૂરી દીધા. ડેાસાએ ધૈર્ય આપ્યું અને વિચાર્યું કે છેકરા કંઇ તદ્દન નાદાન નથી, મારા કરતાં
For Private And Personal Use Only