________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨
વચનામૃત
તેની નજર સારી બેસે છે. માટે મને તો અનુમાન થાય છે કે તેણે કાંઈ ફીકર કરવા જેવું કીધું નહિ હોય? - વૃદ્ધ વ્યાપારી પિતા, પિતાના ઘરભણી જઈ પહોંચ્યા તે પહેરેગીરે પારકા દીઠા. અંદર છોકરાઓ પારકા રમે, અને કમ્પાઉન્ડ આગળ બર્ડ પણુ યુરોપીયન વ્યાપારીનું રંગાયલું જોયું, એટલામાં તેને છોકરે ત્યાં આવી પહોંચ્યો. પિતાને પિતાના ભાડે રાખેલ ઘરમાં લઈ ગયો અને રત્ન દેખાડયું, આશ્ચર્ય થયું. લોક ટોળેટોળાં મળી જેવા લાગ્યું. અને નક્કી કરી બેઠા કે જરૂર છોકરાએ ભગદળ કાઢયું. અનિષ્ટ કર્યું. જુઓ આ પ્રત્યક્ષા આશ્ચર્ય એ હતું કે રત્ન ખરીદનારના પિતા આકંદપૂર્વક એકદમ રન જોઈ અશ્રપાત કરવા લાગી ગયા. સારા સભ્ય પણ કહેવા લાગ્યા કે હે તરૂણ પુરૂષ! આ તારા પિતાને દુઃખકર વ્યાપાર તેં શા માટે કીધે ? તારે તેને પૂછવા સારૂ તો બે ઘડી રહેવું હતું ? શા માટે આ સાહસ કર્યું ? આવું અયોગ્ય કામ કદી પણ કરવું જોઈએ નહિ. પિતાને પણ લોકો આશ્વાસન આપવા લાગ્યા, હે વૃદ્ધ પુરૂષ! આપશ્રી સર્વ સમજે છે, આપને શિખામણ આપવા યોગ્ય કંઈ નથી, તો બીજાને શિખામણ આપે તેવા છે, જે કર્મમાં હેય તે થયા કરે છે, માટે આપ અફસોસ ના કરે. એટલું બોલતામાં ડેસા બોલી ઉઠયા કે ભાઈઓ!
હું મારે છેક છેતરાયાની ફિકર કરતું નથી, પણ યુરેપિયન વ્યાપારી અને તેની દયાની ખાતર મારે આ શક છે.
આ રનની કિંમત એટલી તે અધિક છે કે જે કે હું રત્ન ખરીદનારને પિતા છું, તેને પણ તેણે રત્નના બદલામાં વે હેય પણ રત્નની કિંમત થઈ શકે તેમ નથી.
વૃદ્ધ ડેસાના આવી રીતનાં વચન શ્રવણ કરી સર્વે લોકો દિગમઢ થઈ ગયા. અને કહેવા લાગ્યા કે કર્મ અવળું હોય ત્યારે ઘરનાં તમામ માણસને પણ અવળું જ ઉકલે. આપણે જાણતા હતા કે વૃદ્ધ આવી છોકરાને કંઇક ઠપકો દેશે પણ આ તે તેમ ન કરતાં અનુમોદન આપી બેઠે.
ઘડીભર આનંદ કુતુહળ જોઈ લેક વેરાયા. વૃદ્ધ અને તેના છોકરાએ મળી રત્ન લેઇ વિચારી કાઢ્યું કે આ કંઈ રન સામાન્ય નથી પણ પારસમણિ છે. યથાવત સન્માનપૂર્વક રત્નને પૂજ્ય માની તેની વિનંતી કરી તેમણે ઈપ્સિત મેળવવા માંડયું. જે જે સંકલ્પ કરવા લાગ્યા તે ફળવા લાગ્યા અને ઘરમાં જેટલું દ્રવ્ય પહેલાં હતું તેટલું બલ્ક તે કરતાં પણ અનંત
For Private And Personal Use Only