________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૫૫
^
^^
^
^^
^^^^
^^
^
૫૩. પ્રવૃત્તિ માર્ગમાં પડીને કલેશથી રહિત જે રહે તેવા પુરૂષો અને
લ્પ હોય છે. ૫૪. પરિગ્રહ સમાન કોઈ દુઃખપ્રદ નથી. પરિગ્રહની મમતા એ એક જાતની
ફાંસી છે. પરિગ્રહની પ્રવૃત્તિ એ આત્મધ્યાનની પ્રવૃત્તિથી પ્રતિકૂળ છે. પરિગ્રહને ત્યાગ કરીને શ્રી મહાવીર પ્રભુએ આત્મધ્યાન કર્યું હતું.
બાહ્યત્યાગથી અન્તરના ત્યાગમાં પ્રવેશાય છે. ૫૫. ઉત્તમજ્ઞાન, ઉત્તમ ધ્યાન, નિરૂપાધિ દશા અને નિર્જન દેશનું સેવન
એટલી બાબતે ભેગી થાય તે મનુષ્યની જીંદગીમાં અલૈકિક સુખની
ખુમારી ભોગવી શકાય છે. ૫૬. જગતમાં સાધુની સંગતિ સમાન અન્ય કોઈની સંગતિ નથી. સાધુ
દશાનું જીવન અનુસરવાથી મોક્ષને માર્ગ ખુલે છે. ૫૭. જડ પદાર્થોની મદદથી સુખને ભોગવવા જે પ્રવૃત્તિ કરે છે તે
બાળજીવે છે. ઉત્તમ મહાત્માઓ આત્મિક સુખની પ્રાપ્તિ માટે
પ્રયત્ન કરે છે. ૫૮. હે મનુષ્ય! જે વિચારો કરે તે આચરણમાં મૂકજે. નઠારા વિચારોને
કદાગ્રહ કરીશ નહિ. જગતના ભલા માટે વિચારોને પ્રવાહ વહેરાવવા
જે. જગતના અનેક ઉપકારમાંથી મુક્ત થવા પ્રયત્ન કરજે. પ. યમની સિદ્ધિ થયા બાદ નિયમની સિદ્ધિ થાય છે. પાંચ યમનું સ્વરૂપ
પરિપૂર્ણ સમજીને તે પ્રમાણે વર્તવું જોઈએ. ૬૦. વૈરાગ્ય, ત્યાગ અને ઉત્તમ આચારનું પરિપૂર્ણ સ્વરૂપ સમજવામાં
આવે તો જીવનની ઉત્તમતા કરવામાં પ્રબલ આત્મબળ સ્કુરાયમાન
થઈ શકે. ૬૧. કોઈને પણ પરિપૂર્ણ વિચાર કર્યા વિના હૃદય આપવું નહિ અને હૃદય
આપ્યા પશ્ચાત ભેદભાવ રાખવો નહિ. દરેક મનુષ્યના હૃદયની યોગ્યતા અને અધિકાર તપાસીને તેની સાથે સંભાષણ કરવું જોઈએ. હૃદયની પરીક્ષા કોઈની પણ કરવી હોય તો ઉત્તમ જ્ઞાન અને ઘણું પરિચયની જરૂર છે. તેમાં પણ વિચારવું જોઈએ કે કરેલી પરીક્ષા તે સમયને માટે છે, કારણ કે ભવિષ્યના વિચારો અને ભવિષ્યના આચારો કોઇના કેવા થશે તે પરિપૂર્ણ કોઈનાથી જાણી શકાય તેમ નથી. વર્તમાન કાળમાં જે દોષી હેય છે તે ભવિષ્યમાં નિર્દોષી બને છે. વર્તમાનમાં પ્રમત્ત હોય છે તે ભવિષ્યમાં અપ્રમત્ત બને છે. વર્તમાનમાં જે મનુષ્ય રોગી હોય છે
૬૨.
For Private And Personal Use Only