________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૫૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
munn
તે ભવિષ્યમાં વૈરાગી બને છે. વર્તમાનમાં જે વ્યભિચારી હાય છે તે ભવિષ્યમાં બ્રહ્મચારી બને છે. વર્તમાનમાં વૈરી હોય છે તે વિષ્યમાં મિત્ર બને છે. કોઇ પણ મનુષ્ય સંબંધી કોઇ પણ જાતના એકદમ અભિપ્રાય બાંધવા નહિ.
૬૩. દરેક જીવાની સાથે નિષ્કામ સબધથી વર્તવાની ટેવ પાડવી જોઇએ. દરેક વેપર નિષ્કામ પ્રેમ ધારણ કરવા જોઇએ.
૬૪. પ્રતિદિન અભિનવજ્ઞાન સપ્રાપ્ત કરવાની ટેવ પાડવી જોઇએ. જ્ઞાન સમાન અન્ય કોઇ ઉત્તમ ધન નથી. જ્ઞાતિની મૈત્રી કરવાથી અનેક પ્રકારના સદ્ગુણાનેા લાભ મળે છે. સર્વ પ્રકારના ષાને ટાળનાર જ્ઞાન છે.
૬૫. લઘુતા ધારણ કરનાર મનુષ્ય સર્વ જીવાની સાથે ઉત્તમ સંબંધ બાંધી શકે છે અને લઘુતાથી પ્રભુતા પ્રાપ્ત કરી શકે છે.
૬૬. આત્માની ઉન્નતિ જ્ઞાનથી થઇ શકે છે. અનેક પ્રકારનાં શાસ્ત્ર વાંચી તે વા સાંભળીને તત્ સંબંધી વિષયેનું મનન કરવાની જરૂર છે. કર્તાના આશય તે વખતનેા કાળ ઉત્સર્ગે વા અપવાદ માર્ગ તે વખતના પ્રાસગિક સયેાગે અને વર્તમાન કાળમાં તત્ સબ્ધીના વિચાર ઇત્યાદિ સર્વ બાબત ધ્યાનમાં રાખીને દરેક પુસ્તક વાંચવામાં આવે તા તે તે ગ્રન્થનું રહસ્ય જાણવામાં સુગમતા થાય.
૬૭. જે મનુષ્યના હૃદયમાં ઉત્તમ પ્રેમ અને ઉત્તમ દયા છે તે મનુષ્ય પોતે પેાતાનું ઉચ્ચ જીવન કરે છે અને અન્ય કરેાડા મનુષ્યાનું ઉચ્ચ જીવન કરવા સમર્થ થાય છે.
मनुष्यदेह रत्ननी किम्मत.
મુ. વલસાડથી લિ. મુનિ બુદ્ધિસાગર. શ્રી અમદાવાદ મધ્યે સુશ્રાવક શેઠ મણિભાઇ દલપતભાઇ તથા ધર્મશ્રદ્ધાળુ ભાઈ જગાભાઇ દલષતભાઇ ચેાગ્ય ધર્મલાભ. વિ. મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી કંઇ પણ ધર્મની આરાધના કરી લેશેા. મનુષ્યદેહ રત્નવડે જૈન ધર્મની સેવા બજાવી લેશે!. મનુષ્યદેવ રત્નની ઉત્તમતા માટે નીચેનું દૃષ્ટાન્ત વાંચશેા.
પ્રાતઃકાળ થયા. સૂર્યે પોતાના હસ્તવડે વસુધા દેવીને શૃંગાર સજાવ્યા. માનવાના પ્રવાહ વહન થવા લાગ્યા. વનસ્પતિનાં પુષ્પા વિકાસ ભાવને
For Private And Personal Use Only