________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૫૩
કામકુંભ અને ચિન્તામણિ રત્ન કરતાં પણ વિશેષ છે શબ્દ બ્રહ્મથી
પરબ્રહ્મ જાણી શકાય છે. શબ્દોનું સ્વરૂપ સમજવું જોઈએ. ૩૪. મનથી ઉચ્ચ થઇ શકાય છે. મનથી પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકાય
છે. મનથી શુભ વિચારો કરવાની ટેવ પ્રથમ પાડવી જોઈએ. ૩૫. પરોપકાર સમાન અન્ય કોઈ ઉત્તમ કાર્ય નથી. જે મનુષ્ય પરોપકાર
કરી શક્તો નથી તે કોઈ રીતે ઉચ્ચ કેટી પર ચઢી શકતો નથી. જે મનુષ્ય પિતાના પ્રતિ થએલા ઉપકારોને અવબોધી શકતો નથી તે અના પર ઉપકાર કરી શકતું નથી. જે ઉપકાર કરવાને આંચકો
ખાય છે તે મનુષ્ય થવાને માટે પણ લાયક નથી. ૩૬. હે મનુષ્ય ! હારી જીંદગી પરપોટા જેવી છે. તારૂ જીવન સુધાર,
મહાત્માઓની સંગતિ કર, ધર્મ વિનાની ચતુરાઈ ધળ બરાબર છે.
ધર્મકાર્યો કરીને અમર થા. જગતમાં કોઈનું બુરૂ કરીને મરીશ નહિ. ૩૭. ઘણે ગંભીર બન. દયાવંત મનુષ્ય ગભીર બને છે. સાગરની પેઠે
ગંભીર હૃદયવાળો થા. ગંભીર થયા વિના ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થવાનું નથી. ગંભીર મનુષ્ય અન્યોનાં હૃદય જાણવાને માટે અધિકારી બની
શકે છે. ગંભીર ગુણ વિનાને મનુષ્ય ભૂંડની ચેષ્ટાને ધારણ કરે છે. ૩૮. હે મનુષ્યમાં અભિમાનના શિખર પર ચડીશ નહિ. મન, વાણ, કાયા,
લક્ષ્મી અને સત્તાવડે અન્યોને દુઃખ દેવા કદી પણ પ્રયત્ન કરીશ નહિ. અભિમાન એ એક જાતનો માનસિક વિકાર છે તેના વશમાં
થએલા પિતાના અધિકારથી ભ્રષ્ટ થાય છે. ૩૮. હે મનુષ્ય! તું લક્ષ્મીના તેરમાં અને હલકા ગણીશ નહિ. લક્ષ્મી
તારી સાથે આવનાર નથી. લક્ષ્મીના ઘેનમાં ઘેરાયેલ મનુષ્ય અને ગાંડા માણસમાં ફેર જણાતો નથી. લક્ષ્મીથી ગાંડ બનેલ મનુષ્ય
અન્યોને હેરાન કરે છે. ૪૦. હે મનુષ્ય! લક્ષ્મીના માટે તું રાત્રી દીવસ ગદ્ધાવૈતરું કરે છે તે
જોઈને લક્ષ્મી તારી હાંસી કરે છે અને હારી બુદ્ધિની વિભ્રમતા
દેખીને મહાત્માઓના મનમાં પણ કરૂણ ઉદ્ભવે છે. ૪૧. હે લક્ષ્મી ધારક ગૃહસ્થ! તું લક્ષ્મીથી સંનિપાતિક મનુષ્યની પેઠે વ્યગ્ર
કેમ બને છે. લક્ષ્મી મર્યા પછી તારી સાથે એક ડગલું પણ ભરનાર
નથી. લક્ષ્મી ચંચળ છે. ૪૨. જે મનુષ્ય લક્ષ્મીને શુભ માર્ગે સદુપયોગ કરતા નથી તેની લક્ષ્મી
અને સ્મશાનની રાખમાં ફેર જણાતો નથી. જગતના ભલા માટે લક્ષ્મીનો
For Private And Personal Use Only