________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫:
વચનામૃત
૨૬. આધિ નષ્ટ થતાં વ્યાધિ નષ્ટ થશે. માનસિક નિર્મળતાથી શરીર
તંદુરસ્ત રહે છે. મનુષ્ય મનથી ઘણા રોગોની ઉત્પત્તિ કરે છે. ભય, શોક, ચિન્તા, અને દીનતા વગેરેના વિચારોને મનમાંથી કાઢી નાખો. અનેક પ્રકારના હેમને દૂર કરે. પશ્ચાત ઘણું રોગોને આવતા તમે
અટકાવી શકશે. ૨૭. સ્વાર્થ બુદ્ધિ ત્યાગીને પરોપકાર કરો. પ્રતિબદલો લેવાની બુદ્ધિ ત્યાગીને
તમે દાન વગેરે કરશે તે તેથી તમારું ઉચ્ચ જીવન થશે. અન્યને કંઈ પણ આપવાથી ઉચ્ચ થશો. કંજુસાઈ અને દીનતાના વિચા
રને દૂર કરો. ૨૮. તમારા માર્ગમાં તમે હાથે કાંટા ન વેરે. તમારો માર્ગ ખુલ્લો કરે.
સર્વના ભલા માટે તમારું હૃદય ખુલ્લું કરો. તમારા હૃદયથી સર્વ જીને ભેટો અને અન્યનાં અશ્રુઓ હૃ. તમારા સરલ સત્ય માગમાં આગળ વધો. દુનિયા શું કહેશે ? તે પર લક્ષ્ય ન આપો. કલેશના કાંટાઓને પગ તળે દબાવીને તે ઉપર ચાલો. તમો સહનથી સિંકટ વેઠીને તમારું કાર્ય સાધશે તો અને દુનિયા તમારા કા
ચંને પ્રશંસશે. ૨૮. જાહેર હિમ્મત ધારણ કરો. તમારા સત્યને જગતમાં બહાર લાવો.
સત્યની પ્રરૂપણું કરો. સત્યને પ્રકાશ છાનું રહેશે નહિ, સત્યથી ત:
મારો ઉદ્ધાર થવાનું છે. ૩૦. જગતના ભલા માટે કંઈક ભલું કાર્ય કરે. ભવિષ્યની ચિન્તા ન કરો,
તમારી પાસે જે કંઈ સારું છે તે સર્વના માટે છે એમ માની તેનું
દાન કરો. ૩૧. સર્વ જીવોની સાથે બધુભાવ ધારણ કરો. તમારા શત્રુઓનું પણ
ભલું ચિંત. ૩૨. દુનિયામાં કોઈ પણ બાબત માટે બે અભિપ્રાય પડે છે. દુનિયાના
બોલવા પર એકદમ વિશ્વાસ ન મૂકો. જાતે તપાસ કરે અને તેની પરીક્ષા કરો. વિચાર કર્યા વિના કોઈ પણ જાતને અભિપ્રાય બાંધે
નહિ. તેમજ એકદમ કોઈ બાબતને અભિપ્રાય બદલે નહિ. ૩૩. હે મનુષ્ય તું જે બોલે તે વિચારીને બેલ. ભાષા સમિતિને ઉપ
યોગ રાખ. વાણીની કિસ્મત છે. યોગ્ય શબ્દો બોલવાની ટેવ પાડ. શસ્ત્રાના ધા રૂજાય છે પણ શબ્દના ઘા રૂજાતા નથી. શબદોથી જગતમાં મહાન ઉપકાર કરી શકાય છે. શબ્દોની મહત્તા કલ્પવૃક્ષ
For Private And Personal Use Only