________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત.
૨૪૬
વર્તે છે તેએજ પાતાનું અને દુનિયાનું ભલું કરવા સમર્થ થાય છે. જેઓના મનમાં માન, માયા અને લાભની વાસના હાય છે તે પણ મનને અત્યંત શાન્ત કરવા સમર્થ થતા નથી. માની પુરૂષા રાવણુની અને દુર્ગંધનની પેઠે જગતમાં અશાંતિ ફેલાવે છે, કપટી પુરૂષો અનેક પ્રકારના પ્રપંચે રચીને દુનિયામાં અશાંતિ ફેલાવે છે. લાભથી સર્વ પ્રકારનાં પાપકૃત્ય થઇ શકે છે. લાભના સમાન અન્ય કોઇ દોષ નથી, લેાભી મનુષ્યેાનાં હૃદય સદાકાળ અશાન્ત રહે છે. લાભીએ ખરાબ વિચારા કરાવે છે અને જગતની શાન્તિના ભંગ કરે છે. તેઓ કુદરતના નિયમ તેાડીને અન્ય મનુષ્યાની આજીવિકા વગેરેના નાશ કરે છે તેથી તેઓ મનુષ્યવર્ગને લાભ આપી શકતા નથી. જેના મનમાં અને વાણીમાં નિન્દારૂપ વિષ્ઠાના વાસ સદાકાળ રહે છે તે પણ પેાતાના મનની શાન્તિને જાળવી શકતા નથી અને દુનિયાના મનુષ્યાને પણ અજ્ઞાન્ત બનાવે છે, અને જેએ ધમાધપણાથી અલ્લાઉદીન બાદશાહની પેઠે અન્ય ધર્મવાળામાને મારી નાખવા પ્રયત્ન કરે છે અને તેનું નિકંદન કરવા પ્રયત્ન કરે છે તેઓ પણ શાન્ત દશાને ધારણ કરી શકતા નથી અને અન્યાને પણ સ્વધર્મની શાન્ત દશા અર્પી શકતા નથી. જે વિચાર કર્યા વિના કોઇ પણ ક્લેશની બાબતમાં કુદી પડે છે તે પણ શાન્ત દાના અધિકારી બની શકતા નથી. જે વૈરને હૃદયમાં ધારણ કરીને પેાતાના શત્રનું બુરૂ કરવા હિંસા વગેરેના અશુભ વિચારા કરે છે તે પણ હૃદયમાં શાન્ત દશા ધારણુ કરી શકતા નથી અને વૈરની ભાવનાથી પેાતે સદાકાળ અશાન્ત રહે છે. અનેક મનુષ્યાને અશાન્ત માર્ગમાં તે પાડે છે. કેટલાક તાડફાડના વિચારાથી ધર્મની, જાતિની અને દેશની ઉન્નતિ ઇચ્છે છે તેઓ કુમતિના યોગે ખરાબ વિચારે કરી અશાન્ત રહે છે અને તેઓ જગત્ની શાન્તિ તથા ઉન્નતિને સાધી શકતા નથી. અશાન્ત દશાથી કોઇ પણુ મનુષ્ય પોતાના ધર્મની ઉન્નતિ કરવા સમર્થ થતા નથી. મારામારી, ગાળંગાળા કરીને કોઇ મનુષ્ય પાતાના ધર્મના પાયા મજબુત જગમાં નાખી શકતા નથી. શ્રીમહાવીરપ્રભુ ક્ષાયિકભાવે શાન્ત હતા તેથી તેમણે જૈનધર્મના જગતમાં મજબુત પાયા નાખ્યેા અને તેથી જૈનધર્મ જગતની અશાંતિને હરે છે અને સર્વે મનુષ્યાના હૃદયમાં શાંતિ સ્થાપી શકે છે. શાન્તિના વાહકા રાજ્યની જેવી ઝાહેાઝલાલી પ્રવર્તાવી શકે છે તે પ્રમાણે અશાન્તિધારક નૃપતિયેાથી કંઇ પણ બની શકતું નથી. મગજની શાન્તિ જાળવીને વ્યાપાર આદિ કરનારાઓ જેવા પેાતાના કાર્યમાં લાભ મેળવી શકે છે તેવા પ્રકારના લાભ અશાન્ત મનુષ્યા પ્રાપ્ત કરી શકતા નથી. કાઇ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only