________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૪૫
क्रोधे कोडी पुरवत', संजम फल जाय; क्रोध सहित तप जे करे, ते तो लेखे न थाय ॥१॥
કેટીપૂર્વવર્ષપર્યત કરેલું તપ પણ બે ઘડીના ક્રોધથી નષ્ટ થઈ જાય છે. આ ઉપરથી અવધવાનું કે દરેક બાબતોના પ્રસંગે મનમાં ક્રોધ ઉત્પન્ન થાય નહીં તેમ પ્રવૃત્તિ કરવાની જરૂર છે. મનુષ્યને અનેક કારણોવડે ક્રોધ ઉભવે છે. અને તેથી તેઓ પોતાના હૃદયને ક્રોધાગ્નિથી બાળીને ભસ્મ કરે છે. ક્રોધ કરનારાઓ એમ સમજે છે કે અમારા ક્રોધથી અમારું શ્રેયસ્ થાય છે પણ આમ વિચારવું અયોગ્ય છે. ક્રોધ ચંડાળના સમાન છે. મોટા મોટા પૂર્વધારીઓને પણ ક્રોધ ચતુર્ગતિમાં ભટકાવે છે. ત્યારે હાલના કાળના મનઘોને તે પિતાના તાબામાં કરે તેમાં શું આશ્ચર્ય ? દુનિયામાં સર્વ મનુષ્પો એકી અવાજે કબુલ કરે છે કે ક્રોધ મહા ખરાબ છે આમ સર્વે કબુલ કરે છે પણ ક્રોધનાં કારણે મળે તે પણ ક્રોધ જેઓ કરતા નથી તેમને જ ધન્યવાદ ઘટે છે. ઈજીન જેમ ઘણી અગ્નિથી ફાટી જાય છે તેમજ કોઈ વખત અત્યંત ક્રોધના ઉદયથી હૃદય પણ ફાટી જાય છે. વ્યાકરણ અગર ન્યાય આદિ અનેક શાસ્ત્રને અભ્યાસ કરીને અદ્વિતીય પંડિત બનવામાં આવે તો પણ ક્રોધના ઉદયથી સત્ય માર્ગને બોધ પ્રાપ્ત થતો નથી. ક્રોધી મનુષ્ય આગળ પાછળને બિલકુલ વિચાર કરી શકતો નથી અને તેથી તે પોતે અશાત રહે છે અને તેના સંબંધીઓને પણ અશાન્ત બનાવે છે. સરોવરમાં પડેલો પાડે જેમ સરેવરને ડહોળી નાખે છે, તેમ ક્રોધી મનુષ્ય પણ મનુષ્પવર્ગમાં પથરાયેલી શાતિને વિખેરી નાખે છે. કોધથી અશાન્ત બનેલ મનુષ્ય તે વખતે ખરાબ વિચારો કરીને અનેક ઘરકર્મ બાંધે છે. અશાત . મનુષ્યના સંબંધીઓ પણ અશાન્ત બને છે. જગતના ભલા માટે પ્રયત્ન કરનાર મહાત્માઓએ પ્રથમ ક્રોધને નિવારવો જોઈએ. એક સામાન્ય મનુષ્યના ધથી દુનિયાનું અને પિતાનું જેટલું અહિત થાય છે તેના કરતાં કઈ મહાત્માના ક્રોધથી જનસમાજ અને પિતાનું વિશેષ અહિત થાય છે. ક્રોધી મનુષ્યો મહદ્ ઉત્તમ ધાર્મિક કાર્યો કરવાને શક્તિમાન થતા નથી. ક્રોધી મનુષ્ય જ્યાં ત્યાં વિષનાં વૃક્ષ વાવે છે, ક્રોધી મનુષ્યોની વાણીમાં અસત્યનો ભરપૂર વાસ હોય છે. કેધી મનુષ્યો પિતાનું અને પરનું ભાવિહિત અવધી શકતા નથી. ક્રેધિથી લખેલું, છાપેલું, બોલેલું, પ્રાય: સત્યથી વિપરીત હોય છે. ક્રોધી પુરૂષને આશય ખરાબ હોવાથી તેનું સત્ય વચન પણું અસત્ય તરીકે ગણાય છે માટે જેઓ મનમાંથી ક્રોધને દૂર કરી શાન્ત મનથી
For Private And Personal Use Only