________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
વચનામૃત.
પણ કોઈ રાજ, કઈ રંક રૂપે દેખાય છે. માટે ઈશ્વરને જગત બનાવનાર માનવામાં આવે તે તે ઈશ્વર દયાળુ કહી શકાય નહિ.
કર્તવવાદી–જીવોએ જેવાં જેવાં કૃત્ય કર્યા હોય તે પ્રમાણે સુખ દુઃખ આપે છે માટે ઈશ્વર દયાળ કેમ નહિ કહેવાય?
જેન–મહેરબાન વિચાર તો કરે, જ્યારે જ કર્મવડે સુખી દુઃખી થાય છે ત્યારે ઈશ્વર સુખી દુઃખી કરે છે એમ કહી શકાય નહિ. શું કર્મ ઇવરના તાબામાં છે કે સ્વતંત્ર છે. જે કર્મ ઈશ્વરના તાબામાં હોય તો સવને સુખી કરવા જોઈએ પણ તેમ નથી. માટે કર્મ ઈશ્વરના તાબામાં નથી. પિતે સ્વતંત્ર છે. જેવાં જેવાં કર્મ કર્યો હોય તે તે પ્રમાણે સુખી દુઃખી થવાય છે. ઈશ્વર મોટા દયાળુ છે અને ઈશ્વરની દયા ઈવરની પાસે રહેવાની. તેનાથી જીવોને કશો ફાયદો થવાને નહિ અને ઈશ્વરની દયા આકાશના ફુલની પેઠે કોઇના કામમાં આવવાની નહિ.
ઉપર પ્રમાણે અગીઆર પક્ષથી પણ ઈશ્વર જગકર્તા સિદ્ધ થતો નથી. માટે ઈકવર જગતકર્તા નથી એમ સિદ્ધ કર્યું. ઈશ્વર એક નથી પણ અનેક છે તેનું સત્ય સ્વરૂપ જૈનશાસ્ત્રમાં છે. જેને મુકિત માર્ગ પામવાની ઇચ્છા હોય તેણે જેનશાસ્ત્ર ગુરૂગમથી સાંભળવાં. સર્વજ્ઞ કથિત જનતત્ત્વ સત્ય છે અને તીર્થકર ભગવાનના કહ્યા પ્રમાણે ચાલવાથી મોક્ષ મળશે એમ માનવું તેથી આત્મહિત છે.
शान्त दशाथी दुनियानुं अने पोतानुं भलुं
રાજ રાજા છે. મનુષ્યો શાન્ત દશાથી પિતાના આત્માની ઉન્નતિ કરી શકે છે અને દુનિયાની ઉન્નતિ પણ કરી શકે છે. દરેક બાબતનો વિચાર કરનાર પ્રથમ પોતાના મનને શાન્ત કરવું જોઇએ. જેનું મન ક્રોધથી ધમધમાયમાન રહે છે તે મનુષ્ય કોઈ પણ શુભ વિચારના અન્તિમ ઉદેશનો પાર પામી શકો નથી. જેના મનમાં ક્રોધ એકદમ ક્ષુલ્લક બાબતથી ઘડી ઘડીમાં ઉત્પન્ન થાય છે અને મગજનું ઠેકાણું રહેતું નથી તે મનુષ્યના મનમાં વિવેકપૂર્વક શુભ વિચાર કરવાની શક્તિ પ્રગટતી નથી. ક્રોધથી મનની મલીનતા થઈ જાય છે અને મલીન મનમાં શુભ વિચારો પ્રકટી શકે નહીં. જે મનુષ્યો હિંસક પ્રાણુઓની પેઠે વાતવાતમાં તપી જાય છે અને મનમાં ન કરવાના વિચારો કરે છે, વાણથી ન બોલવાનું બોલે છે તે મનુષ્યો ભલે ધર્મની સાધના કરતા હોય તોપણ તેઓ ક્રોધાદિકના વશ થઈ નીચ માર્ગમાં ગમન કરે છે.
For Private And Personal Use Only