________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વચનામૃત
૨૪૭
પણ કાર્ય કરતાં પહેલાં મગજને ખૂબ શાન્ત કરવાની આવશ્યકતા છે. મગજતે શાન્ત કરીને કાઇ પણ કાર્યની લાભ હાનિના વિચાર કરવા જોઇએ. શાન્ત દશાને ધારણ કરનારા મનુષ્યા પ્રથમ તેા શક્તિહીન જેવાં અશાન્ત મનુષ્યાના મનમાં ભાસે પણ પશ્ચાત્ તેમની ઉત્તમ શક્તિયાની પ્રતિમા અન્યાને જાયા વિના રહેતી નથી. મનને શાન્ત રાખીને કાર્ય કરનારા મનુષ્યા પેાતાના શત્રુઓને પણ મિત્ર બનાવી દે છે અને દુષ્ટ મનુષ્યાને પણ સજ્જન ખનાવે છે. અશાન્ત મનુષ્યા પણ તેઓના સમાગમમાં આવીને પેાતાનું કલ્યાણ કરે છે. શાન્તદક્ષા સારા વિચારાને પ્રગટાવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૈત્રી, પ્રમાદ, માધ્યસ્થ અને કારૂણ્ય. આ ચાર ભાવનાઓનું મનન કરનારાઓ શાન્તદશાને ધારણ કરવા સમર્થ બને છે. જેના હૃદયમાં વિશુદ્ધ પ્રેમ વસે છે. અને જે સર્વ જીવાને પ્રેમથી નિહાળેછે તેજ મનુષ્ય શાન્તિના પગથીયાપર ચડી શકે છે. સર્વ પ્રાણીમાત્રપર જેને પ્રેમ પ્રગટયા છે તે મનુષ્ય પાતાના હૃદયમાં શાન્તતા ધારણ કરી શકે છે. સર્વ જગા પ્રાણીઓને જે પેાતાના આત્મવત્ ગણે છે તેજ મનુષ્યના હૃદયમાં શાન્તદશા દેવીને વાસ હેાય છે. જે કાઇનું પણુ અશુભ કરવા સંકલ્પમાત્ર કરતા નથી તેઓ શાન્ત દશાથી પેાતાનું તેમજ જગતનું કલ્યાણ કરી શકે છે. શ્રી મહાવીર ભગવાનના મુખ્ય સિદ્ધાન્ત એ છે કે રાગદ્વેષના નાશ કરીને શાન્ત થયું. શ્રી મહાવીર પ્રભુના પગલે ચાલનારાઓએ શાન્ત દશાને સ્ત્રીકારવી જોઇએ, શાન્તદશાથી જૈન ધર્મની ઉન્નતિ સાધી શકાય છે. શાન્તઃજ્ઞાની પ્રાપ્તિ જે જે અંશે થાય છે તે તે અંશે જૈન ધર્મની આરાધના કરી શકાય છે. પૂર્વે જૈનાચાર્યું શાન્ત દશાથી જૈનધર્મની ઉન્નતિ કરી ગયા. શાન્ત દશાથી અન્ય ધર્મ પાળનારાઓનું પણ પેાતાના તરફ્ આકર્ષણુ થાય છે. પેાતાનું અને અન્યનું ભલું કરવું હોય તેા મેાક્ષની ચાવીભૂત શાન્તદશાનું આરાધન કરવું જોઇએ એજ સ્વપરને હિતશિક્ષા છે.
૨.
विचारराशि.
૧. ધર્મના ફેલાવે! કરનારા વિદ્વાના છે. મૂર્ખ ધર્મના મેધ દેવાને અને તેના ફેલાવા કરવા શક્તિમાન થતા નથી. જે ધર્મમાં ધર્મના નેતા એનું પદ્મ મૂર્ખાઓ ભાગવે છે તે ધર્મની પડતી થયા વિના રહેતી નથી. જ્ઞાનવિના ધર્મનું સ્વરૂપ સમજાતું નથી. જ્ઞાનિવના ક્રિયામાં રહસ્ય સમજાતાં નથી. જે ધર્મમાં જ્ઞાનવિના કુલાચારે ધર્મની ક્રિયાઓ કર વામાં આવે છે તે ધર્મના મનુષ્યા કુવાના દેડકા સમાન છે. પાતાના
For Private And Personal Use Only