________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
વચનામૃત,
પય તો આ દુનિયા ઈશ્વરે દિવસે ઉત્પન્ન કરી કે રાત્રે જુઓ ચંદ્ર અને સૂર્ય થકી રાત્રિ અને દિવસ એવો વ્યવહાર થઈ શકે છે. જે ચંદ્ર અને સૂર્ય ન હોત તો દિવસ અને રાત્રિ એવો વ્યવહાર થઈ શકે નહિ. હવે ચંદ્ર અને સૂર્યને બનાવનાર જે પ્રભુ મનાય તે રાત્રિ દિવસ જગત બનાવ્યા પહેલાં સિદ્ધ થશે નહિ. ત્યારે જગત દિવસે તેમ રાત્રે પણ બનાવ્યું સિદ્ધ થતું નથી. ત્યારે અનુક્રમે વિચારી જોતાં આ જગત અનાદિ કાળનું છે જ એમ સિદ્ધ થાય છે પણ તેની આદિ નથી માટે તેને બનાવ. નાર પ્રભુ માનો તે જૂઠું ઠરે છે.
શ –આ દુનિયા ઉત્પન્ન થયા પહેલાં છો કયે ઠેકાણે હતા ? કર્તવવાદી–પ્રભુની પાસે હતા.
જેન–તે પિતાની પાસે કયે ઠેકાણે રાખતા હતા. હું પોતાના પેટમાં રાખતા અગર કોઈ પેટીમાં રાખતા હતા. વળી આ જગત ઉત્પન્ન થયા પહેલાંના જ પવિત્ર હતા કે અપવિત્ર હતા. જે પવિત્ર હતા તે ફેર આ દુનિયા શા કારણથી બનાવી અને જે અપવિત્ર હતા તો તે શા કારણથી અપવિત્ર હતા તે બતાવવું જોઈએ. વળી અપવિત્ર એ શું છે તે જણાવવું જોઈએ. કદાપિ તમે કહેશે કે કમથકી અપવિત્ર હતા તે તે કર્મ ક્યારે કર્યો અને દુનિયા વિના કયે ઠેકાણે રહી કર્મ કયાં આ ઉપરથી જણાય છે કે પહેલાં દુનિયા હતી એમ માન્યા વિના છૂટકો થવાનો નથી. ઈશ્વર જીવોને ઉત્પન્ન કદી કરી શકતો નથી. ઈશ્વર જેમ અનાદિ કાળનો છે તેમ છ પણ અનાદિ કાળના છે. ઈશ્વર અનાદિથી છે અને જીવો નથી તેમ માનવામાં કંઈ પ્રમાણુ નથી. માટે અનાદિ કાળથી આ સંસારમાં કર્મના યોગે ભમ્યા કરે છે. જે જીવને કર્મને સંબંધ તૂટયો તે જીવ પરમાત્મપદ પામ્યા. સર્વ જીવો પરમાત્મપદ (ઈશ્વર) થવાને શક્તિમાન છે.
पक्ष नवमो.
જૈનઆ દુનિયામાં કઈ છે સ્ત્રીરૂપે, કઈ પુરૂષરૂપે, કે પશુ પંખી રૂપે ઉત્પન્ન થાય છે, તેનું શું કારણ ?
કર્તવવાદી–જેવી પ્રભુની ઇચ્છા તેવા જીવોને બનાવે છે.
જેન–મહેરબાન વિચાર તો કરો એમ કેમ હોય. દરેક વસ્તુને સ્વીકાર ત્યાગ બુદ્ધિપૂર્વક હોવું જોઈએ. એક ઈચ્છા શબ્દ કહે, એટલે તેમાં સઘળું સમાયું એ શી રીતે વાસ્તવિક ગણાશે. ઈચ્છાનુસાર બનાવવું ત્યારે ન્યાય અન્યાય કંઈ જ નહિ ને? વારું એ તો ઠીક, પણ પુરૂષ કરતાં સ્ત્રીમાં કોઈ પણ બાબતની જૂનાધિકતા તમારા સમજવા કે દેખવામાં આવે છે ?
For Private And Personal Use Only