________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
ર૪૧
જૈન~મારા મિત્ર. તમારૂં કહેવું તમારા ધરના શાસ્ત્રનું હાય કે પરમેશ્વરના ધરના શાસ્ત્રનું હાય પણ જેમાં યુક્તિસર કથન હાય અને અનુ. ભવમાં વાત આવતી હાય તે! તે વાત પ્રમાણુ છે. તમાએ કહ્યું કે ઇશ્વરને દુનિયાં રચવાને સ્વભાવ છે તેથી દુનિયા બનાવ્યા કરે છે. તેના પ્રત્યુત્તરમાં અમે કહીએ છીએ કે ઈશ્વરના સ્વભાવનિત્ય છે કે અનિત્ય છે. જો શ્વિ રા સ્વભાવ નિત્ય હોય તેા તે સદાકાળ નવી નવી હુજારા દુનિયા બનાવવાને, અને કદાપિ કાળે તે થકી નિવૃત્તિ પામશે નહિ અને ઈશ્વરના સ્વભાવ જો અનિત્ય માનશેા તે તે થકી ઉત્પન્ન થયેલી દુનિયાનેા પણ નાશ થવાને અને અનિત્ય સ્વભાવ કાર્ય રૂપે થયા તે તે સ્વભાવને બનાવનાર પણ બીજો કાઇ ઠર્યાં. ત્યારે ઈશ્વરના સ્વભાવથી આ દુનિયા ઉત્પન્ન થાય છે, આ વચન મંડૂકજટાવત્ ખાટું ઠર્યું. વળી અમે તમને પૂછીએ છીએ કે ઈશ્વરના સ્વભાવ જ્ઞાનમય છેકે અજ્ઞાનમય છે. જો ઈશ્વરના સ્વભાવ જ્ઞાનમય હાય તા તે થકી બનેલી દુનિયા જ્ઞાનમય હોવી જોઇએ પણ તેમ દેખાતું નથી. વળી ઈશ્વરને સ્વભાવ અજ્ઞાનમય છે એમ તેા તમારાથી કહી શકાશે નહિ માટે ઈશ્વરનામાં દુનિયા બનાવવાના સ્વભાવ છે એમ કહેવું તે અસિદ્ધ ઠર્યું. વળી અમેા પૂછીએ છીએ કે ઈશ્વરના સ્વભાવ ઇશ્વર ચકી ભિન્ન છે અભિન્ન છે, જડ છે કે ચેતન છે, તેમાંનું તમારાથી કાંઇ પણ કહેવાશે નહિ. કહેશેા તે ઉપર્યુક્ત રીતિ મુજબ દૂષણુ આવી ખડાં થશે. વળી ઈશ્વરના સ્વભાવ દુનિયા બનાવવાના નથી એમ કેમ નહીં કહેવાય ? માટે ઈશ્વર દુનિયાને બનાવતા નથી એ વાત સિદ્ધ છે.
પક્ષ છઠ્ઠો—દુનિયા ઉત્પન્ન કરનાર રિ કયે ઠેકાણે રહે છે? કર્ત્તત્ત્વવાદી—આપણે જ્યાં દેખીએ ત્યાં ઈશ્વર છે. સર્વે ઠેકાણે ઈશ્વર રહે છે.
જૈન~વાહ વાહ ! તમારા ઈશ્વરની બૈરી અવસ્થા આવ્યા વિના રહેવાની નથી. કારણ કે સર્વે ઠેકાણે જો ઇશ્વર રહે છે એમ માનીએ તા અશુચિમાં પણ શ્વર, પાણીમાં પણ ઈશ્વર, સ્ત્રીમાં પણ ઈશ્વર, ત્યારે આખું જગત ઈશ્વરમય થઇ ગયું ત્યારે સ્ત્રી, પુત્ર, પુત્રી, વિષ્ટા, મળ, થુંક, પેશાબ, ચારી, જારી, દંડ, પટ, ઘટ, ચક્ર, કુતરાં, ખીલાડાં, અને સર્પ, ઇત્યાદિ સર્વ વસ્તુ ઈશ્વર બની ગઇ. ત્યારે ઈશ્વર ચંડાળ રૂપ થયેા અથવા સર્વ રૂપ થયા તા એવું ઈશ્વરપદ પામવાને માટે ક્રાણુ પ્રયત્ન કરે ? માટે ઈશ્વર ક્યાં રહે છે તે તમારાથી કદી કહેવાશે નહિ.
For Private And Personal Use Only