________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
વચનામૃત.
તેમ કાંઈ છે નહિ. અર્થાત સર્વાપણું પિતાનામાં હોય ત્યારે બીજાઓને આપી શકે; એમ અનુમાન થતાં સર્વાપણું તેમનામાં નથી એમ સિદ્ધ થાય છે. વળી કદાપિ તમે કહેશે કે તે સર્વજ્ઞ હતો, પણ પોતાના જેવા બીજાએને જ્ઞાન આપી કરવા નહિં, એવું તેમનું ધારવું હોય તે તેમ કરતાં તે કપટી ઠરશે અને પોતે જ પૂજ્ય બનવું એવી અભિલાષા રાખી બીજાઓની પાસે ભક્તિ કરાવવી, એવી ઇછાવાળા ઇશ્વર પિતાના સમાન બીજાઓને કદી કરી શકવાનો નથી અને તેમના જેટલું જ્ઞાન પણ મળી શકવાનું નથી. જગતકર્તારૂપ સર્વજ્ઞ જે ઇશ્વર હોય તો બીજાઓને પણ સર્વ કરી શકે છે. જેમ ઇયળ ભમરીને સંગ કરી સંપૂર્ણ ભમરીપણું પામે છે તેમ સર્વ છ સર્વજ્ઞ થઈ શકે પણ સર્વજ્ઞ હોય તો કરી શકે. અસર્વજ્ઞ હેાય તે શી રીતે કરી શકે ? અસર્વજ્ઞ ઈશ્વર કહેશો તો વદતો વિધાત દોષ આવશે. માટે તે પણ કહી શકાય એમ નથી.
પક્ષ પવનો–દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર પ્રત્યક્ષ દેખાતો નથી તેનું શું કારણ? જવાબમાં કહેશે કે દુનિયા ન્યાયયુક્ત ચાલતી નથી માટે દેખાતો નથી, તે અમે કહીએ છીએ કે દુનિયા ન્યાયયુક્ત ચાલે ત્યારે ઈશ્વર દેખાય તેમાં ઈશ્વરે શું નવાઈ કરી ? જ્યારે જ્યારે અન્યાયના રસ્તે દુનિયા ચાલતી હોય ત્યારે તેને સમજાવે. પ્રત્યક્ષ થઈ કહે તો આટલો બધો દુનિયામાં અન્યાય થાય છે તે કેમ રહે? જેમ કોઈ ચોર ચોરી કરે છે ત્યારે તેને રાજ બોલાવી સજા કરી શિખામણ આપે તે બીજીવાર ચોરી થતી અટકે. તેમ જે દુનિયાને બનાવનાર ઈશ્વર દેખાય તે ઈશ્વરને જે લોકો નથી માનતા તે પણ ઈશ્વરને માને અને દુનિયાના સર્વ મનુષ્યો કે ઈશ્વર કે જે દુનિયા બનાવે છે તેના ભક્ત બની જાય.
કર્તવવાદી–ઈશ્વરના સર્વ ભકત બની જાઓ યા નહિ બની જાઓ તેની ઈશ્વરને કંઈ પણ દરકાર નથી તો પછી તેને અહિં આવવાની શી
જન–વાહરે વાહ. ત્યારે દુનિયા બનાવવાનું શું પ્રયોજન ઈશ્વરને છે. દુનિયા ઉત્પન્ન થાઓ વા ન થાઓ તેની ઈશ્વરને શી દરકાર છે તે બતાવો.
કવવાદી–મહેરબાન. જરા વિચારો તો ખરા. મારે કહેવું કંઈ મારા ઘરનું નથી પણ શાસ્ત્રનું છે. જેનો જેવો સ્વભાવ હોય તેમ તે કર્યો કરે. ઈશ્વરમાં દુનિયા ઉત્પન્ન કરવાને સ્વભાવ છે તેથી કરે છે. તેમાં તમને કેમ સમજણ પડતી નથી.
For Private And Personal Use Only