________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
વચનામૃત.
આથી જણાય છે કે ઈશ્વર સર્વ જ્ઞાની નથી. વળી દુઃખને ઈશ્વરે ઉત્પન્ન કર્યું નથી એમ કહેશો તે દુઃખ સ્વતંત્ર કર્યું. જે uિ- - તેવું દુ:ખ પણ સ્વતંત્ર ઠર્યું. ત્યારે દુઃખનો બનાવનાર કોઈ કહેવાશે નહિ અને તે ઈશ્વરથી કદાપિ દૂર થશે નહિ. તે ફેર દુઃખ હર્તા ઈશ્વર છે એમ કહેવું તે એક જુઠું ઓઠું ઠર્યું. ઈશ્વર સર્વના દુઃખ હરણ કરે છે એમાં કંઇ પ્રત્યક્ષ પ્રમાણુ દેખાતું નથી. કારણ કે દુઃખોને જે ઈશ્વર હરણ કરતે હેત તો આવા બારિક સમયમાં હજારો લેકે રોગથી, અને દુષ્કાળથી દુઃખી થાય છે તેનું દુઃખ કેમ લઈ શકતો નથી ? માટે દુઃખને હરણ કરવાની શક્તિ ઈશ્વરમાં નથી એમ સિદ્ધ કર્યું. જે દુઃખને હરણું કરવાની શક્તિ તેનામાં નથી તે જગત બનાવવાની શક્તિ છે એમ શાથી કહેવાય ? તેનામાં દુનિયા ઉત્પન્ન કરવાની શક્તિ નથી એમ સિદ્ધ કર્યું. વળી અમો પૂછીએ છીએ કે દુનિયાને બનાવનાર ઈશ્વર છે એમાં પ્રત્યક્ષ પ્રમાણુ તો બીલકુલ છે નહિ અને ઈચ્છા વિના કોઈ પણ કામ બની શકતું નથી તે ઈચ્છા ઈશ્વરને સિદ્ધ કરી. ઈચ્છા છે તે કર્મ છે એમ સિદ્ધ કર્યું. જે કર્મસહિત હોય તે પરમાત્મા–ઈશ્વર કહેવાય નહિ. એમ અનેક દૂષણે પ્રાપ્ત થાય છે. માટે ઈશ્વરને દુનિયા ઉત્પન્ન કરવાનું કંઈ કારણ નથી. ઈશ્વર કે જે સિદ્ધ બુદ્ધ પરમાત્મા કર્મ રહિત થયા, તેને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. તેવા થવાને ઉધમ કરે એ સત્ય વાત છે. તેમણે જેવી રીતે કમને દૂર કર્યા તેવી રીતે તમે કર્મને દૂર કરે. એજ તેમને અરિહંત અવસ્થાને ઉપદેશ હતું. રાગદંગ રહિત અરિહંત ભગવાન હતા. તેમણે કેવળજ્ઞાનથી જે તત્ત્વ કથન કરેલાં છે તે સત્ય છે. એમને જૂ હું બેલવાનું કોઈ કારણ નહેતું, માટે તેમને કથન કરેલ જેને મત સત્ય છે, એમ માનવું તે સત્ય છે. તેમ માનવાથી આત્મા પરમાત્મપદ પામશે.
પક્ષ વી –દુનિયા (સૃષ્ટિ) ઉત્પન્ન કરનાર ઈશ્વર રૂપી છે કે અરૂપી છે? દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર જે રૂપી હોય તે તે દેખાવે જોઈએ અને જે અરૂપી હોય તો તેનાથી આખું જગત ઉત્પન્ન થઈ શકે કે કેમ ? જેમકે આકાશ અરૂપી છે તો કોઈ વસ્તુને બનાવી શકતું નથી તેમ અરૂપી ઈશ્વર પણ કોઈ વસ્તુને બનાવી શકવાને નથી, તેથી અરૂપી પણ ઈશ્વર કહી શકાતો નથી. રૂપી હોય તો એક કાલાવડેદન બનાવી શકવાને સમર્થ નથી. વળી કદાપિ રૂપી ઈશ્વરને માનશો અને તેણે જે દુનિયા બનાવી, તો તે દુનિયામાં રહેનારા પર્વત, સમુદ્ર, અને નદીઓ, વિગેરે દુનિયા ઉત્પન્ન કર્યા પહેલાં કયે ઠેકાણે રહ્યાં હતાં? ઈશ્વર હાથમાં ઝાલી
For Private And Personal Use Only