________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
જોઈએ અને જે કદાપિ કાળે મરવા નહીં જોઈએ. પણ જો મૃત્યુ પામે છે માટે ઈશ્વરને અનિત્યપત્તિ દૂષણ લાગુ પડશે. દષ્ટાંત. જેમકે લાલ તંતુ હોય તો તેનું બનેલું વસ્ત્ર પણ લાલ થવું જોઈએ. જે કાળા તંતુ હોય તો તેને બનેલો પટ પણ કાળો થાય છે. તેવી રીતે ઈશ્વર જે નિત્ય હોય તે જગત પણ નિત્ય હોવું જોઈએ એ દૂષણ આવે છે; અને જે ઈશ્વરને અનિત્ય માનશે તો અનિત્ય ઈશ્વર કાર્યરૂપે થયો તે તેને બનાવનાર પણ બીજે ઈશ્વર એમ અવસ્થા ફૂષો વધુ પ્રહાર તમારા મસ્તક ઉપર પડે છે, એમ છએ પક્ષ ખોટા ઠરે છે. પ્રીતિ, મુસલમાન, વગેરે બીજા લોકો પણ જગત કર્તા સિદ્ધ કરવાને જેટલી યુક્તિઓ કરે છે તેટલી આકાશના ફુલની પેઠે ખોટી ઠરે છે. માટે જીવને બનાવનાર કોઈ નથી એમ માનવું તે સત્ય છે. જેમ ખાણુમાં રજ અને કનક અનાદિ કાળથી સંબંધ યુક્ત છે, તેમ આત્મા અને કર્મને અનાદિકાળને સંબંધ છે, આત્મા અને કર્મને સંગ સંબંધ છે. સંયોગ સંબંધ અનિત્ય છે માટે કઈ કાળે તે બે વસ્તુઓ એક એકથી જુદી થઈ શકે છે. આત્મા કર્મથી જુદો થતાં પરમાત્મપદ (મહા પદ) પામે છે અને પછી તેને જન્મ મરણ કરવાં પડતાં નથી અને પાછું અહીં આવવું પડતું નથી. જે કર્મ નહિ માનીએ તો કોઈ રાજા, કોઈ રંક, કોઈ સુખી, અને કોઈ દુ:ખી દેખાય છે તેનું શું કારણ? તે કર્મવિના બીજું કહેવાતું નથી. જે કર્મ નહિ માને તે સર્વ જીવ એક સરખા હોવા જોઈએ. સરખા હોય તો સર્વ સુખી જ હોવા જોઈએ. વળી તમે કહેશો કે આ દુનિયાને ઈશ્વરે પેદા કરી તે ૧૧ પક્ષથી પણ ખરી ઠરતી નથી. તે નીચે પ્રમાણેઃ
૧. આ દુનિયા ઉત્પન્ન થવાનું કારણ શું છે ? ૨. દુનિયા ઉત્પન્ન કરનાર રૂપી છે કે અરૂપી છે? ૩. દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર નિત્ય છે કે અનિય છે ? ૪. દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ? ૫. દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર પ્રત્યક્ષ દેખાતો નથી તેનું શું કારણ? ૬. દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર કયે ઠેકાણે રહે છે ? ૭. આ દુનિયાને ઈશ્વરે દિવસે બનાવી કે રાત્રીમાં ૮. આ દુનિયા ઉત્પન્ન થયા પહેલાં જ કયે ઠેકાણે હતા ?
૮. આ દુનિયામાં છવો કે પશુરૂપે, પખીરૂપે, મનુષ્યરૂપે, સ્ત્રીરૂપે, અને કોઈ જળચરરૂપે એમ જુદા જુદા આકારવાળા દેખાય છે પણ એક સરખા દેખાતા નથી તેનું શું કારણ?
For Private And Personal Use Only