________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૨૩૫
સમાઈ ગયું. બીજા પદાર્થોને રહેવા માટે જગ્યા પણ મળવાની નહિ, માટે ઈશ્વર શરીરે કરી સર્વવ્યાપક ઠરતું નથી. જ્ઞાને કરી સર્વવ્યાપક માનશે તે સિદ્ધ સાધ્ય નથી. વેદોમાં પણ શરીરવાળો માને છે. સનાતન વેદધર્મ વાળા વેદના આધારે ઈશ્વરને સાકાર માને છે.
૪. તમારે માને ઈશ્વર સર્વશ પણ કરતો નથી, કેમકે જે સર્વજ્ઞ હોત તો જગતકર્તાનું ખંડન કરવાવાળા એમણે કેમ ઉત્પન્ન કર્યા વળી કહેશો કે જન્માંતરમાં ઉપાર્જન કરેલાં શુભાશુભ કર્મના અનુસારથી ફળ આપે છે, તે ઈશ્વર સ્વતંત્ર સ્વાધીન કરતો નથી. કેમકે કર્મ વિના ઈશ્વર ફળ આપવાને સમર્થ નથી. ત્યારે ઈશ્વરને આધીન કાંઈ પણ રહ્યું નહિ.
જેવાં કર્મ કર્યો હશે તેવાં ફળ મળશે. વળી એકાંતથકી ઈશ્વર જગતકર્તા નિત્ય માનશે તો તે નવાં નવાં જગત રચ્યા કરશે. કારણ કે જગતને રચવાને સ્વભાવ ઈશ્વરમાં નિત્ય છે. વળી કહેશે કે જગતને બનાવવાને સ્વભાવ ઈશ્વરમાં નથી ત્યારે તો કોઈ પણ વખત જગતને ઈશ્વર રચી શકે નહિ. વળી ને રચવાને સ્વભાવ એકાંત નિત્ય માનશે તો સર્વદા છ ઉત્પન્ન થયા કરશે, કદી પણ નાશ પામશે નહિ. વળી તમે ઈશ્વરમાં જગત રચવાની તથા નાશ કરવાની એમ બે શક્તિ માનશે તો તે પણ ખોટું ઠરે છે. કારણ કે ઉત્પત્તિ અને નાશ કરનારી પરસ્પર વિરૂદ્ધ શક્તિ કોઈ પણ વખત એક ઠેકાણે રહી શકશે નહિ. જે કાળમાં જગત રચવા માંડશે તેજ કાળમાં નાશ કરનારી શક્તિ નાશ કરી નાખશે. એમ
જ્યારે પરસ્પર બે શક્તિઓને વિરોધ થયો ત્યારે જગત્ બનશે પણ નહિ, અને તેને નાશ પણ થશે નહિ. ત્યારે અમારા મત સિદ્ધ ઠરશે. અમારા મત પ્રમાણે સમજવાનું કે આ જગત કોઈએ બનાવ્યું નથી. આ જગતને કદી પણ પ્રલય થવાનું નથી અને આ જગત અનાદિ અનંત છે તે સિદ્ધ કર્યું. આ પ્રમાણે વિચારતાં જગતનો કર્તા ઈશ્વર સિદ્ધ કરતા નથી. વળી હે કર્તવાદી ! તે જે કહ્યું કે ઈશ્વર સ્વર છે; આ વાત પણ તમારી માનવી ખોટી ઠરે છે. જ્યારે જગત કર્તા ઈશ્વરે જગત બનાવ્યું, છોને બનાવ્યા, તો તેની વારંવાર ચિંતામાં રહેવાની અને તેને દુનિયામાં આવવું પડે સેવક લોકની ભક્તિથી અહીં આવવું પડે, વળી કર્મ પ્રમાણે ફળ આપવું જોઈએ, એ વિગેરેની ખટપટમાં ગુંથાયાથી શું વેરા ઈશ્વર કહેવાશે? કદિ પણ કહેવાશે નહિ. માટે જો ઈશ્વરને જગત કર્તા તરીકે માનશે તો કદાપિ યવ થશે નહિ. વળી તે મતવાદી ! ઈશ્વર નિત્ય છે એમ જે કહીશ તો ઈશ્વર થકી બનેલું ઉપાદાન જે જગત તે પણ નિત્ય રહેવું
For Private And Personal Use Only